Indian Army NCC: ભારતીય સેનામાં NCC સ્પેશિયલ એન્ટ્રી સ્કિમ 57માં કોર્સનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેના દ્વારા સેનામાં સીધી લેફ્ટનેન્ટની જગ્યા માટે ભરતી કરવામાં આવશે. NCC સ્પેશિયલ એન્ટ્રી સ્કિમ અંતર્ગત ભરતીમાં એનડીએ કે સીડીએસની જેમ લેખિત પરીક્ષા પાસ કરવી પડશે નહીં.
Indian Army NCC 2024
ભારતીય સેનાએ NCC સ્પેશિયલ એન્ટ્રી સ્કીમ 57મી (NCC સ્પેશિયલ એન્ટ્રી) કોર્સ માટે ભરતી જારી કરી છે. આ ભરતીની સત્તાવાર સૂચના ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ www.joinindianarmy.nic.in પર બહાર પાડવામાં આવી છે. જે બાદ આ સ્પેશિયલ એન્ટ્રી માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ ભરતી માટે 9મી ઓગસ્ટ 2024 સુધી ફોર્મ ભરી શકે છે.
Indian Army NCC પોસ્ટની વિગતો
NCC સ્પેશિયલ એન્ટ્રી સ્કિમ 57માં કોર્સમાં કુલ 76 જગ્યાઓ છે. જેમાંથી 70 જગ્યા પુરુષો અને 6 મહિલાઓ માટે છે. પુરુષોની જગ્યામાં 7 સીટ અને મહિલાઓમાં 1 સીટ યુદ્ધમાં ઈજાગ્રસ્તોના બાળકો માટે અનામત છે.
પોસ્ટ | ખાલી જગ્યા |
એનસીસી પુરૂષ | 70 |
એનસીસી મહિલાઓ | 06 |
Indian Army NCC લાયકાત
NCC સ્પેશિયલ એન્ટ્રી સ્કિમ માટે ઉમેદવાર પાસે કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 50 ટકા માર્ક સાથે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. છેલ્લા વર્ષમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી પણ અરજી કરી શકે છે. પરંતુ તેને ગત વર્ષના પરિણામમાં ઓછામાં ઓછા 50 ટકા માર્ક હોવા જોઈએ. તે સિવાય ઉમેદવાર પાસે NCC C સર્ટિફિકેટ ઓછામાં ઓછા બી ગ્રેડ સાથે હોવું જોઈએ. લાયકાત સંબંધિત વધુ જાણકારી માટે નોટિફિકેશન જોઈ શકો છો. યુદ્ધમાં ઇજાગ્રસ્તોના બાળકો માટે એનસીસી સી સર્ટિફિકેટની જરૂર નથી.
વય મર્યાદા
એનસીસી સ્પેશિયલ એન્ટ્રી સ્કિમ માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછા 19 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષ હોવી જોઈએ. એટલે કે, અરજી કરનારનો જન્મ 2 જાન્યુઆરી 2000 પહેલા અને 1 જાન્યુઆરી 2006 પછી થયો હોવો જોઈએ.
GSSSB jobs: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બંપર ભરતીની જાહેરાત, આવી રીત કરો ઓનલાઈન અરજી
Indian Army NCC ભારતીય સેનામાં ભરતી થવા માટે કેવીરીતે કરશો અરજી ?
- ઉમેદવારોએ પહેલા ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ www.joinindianarmy.nic.in ની મુલાકાત લેવી આવશ્યક છે.
- આ પછી, ઓફિસર એન્ટ્રી એપ્લિકેશન/લોગિન પર જાઓ અને નોંધણી લિંક પર જાઓ.
- ઑનલાઇન અરજી કરો લિંક પર જાઓ અને ફોર્મમાં પૂછવામાં આવેલી વિગતો કાળજીપૂર્વક ભરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા પછી, એપ્લિકેશન ફી સબમિટ કરો અને ફોર્મની અંતિમ પ્રિન્ટ લો.
મહત્વપૂર્ણ લિંક
ઓફિશિયલ નોટિફિકેશન માટે | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |