Indian Bank Jobs: ઇન્ડિયન બેન્કમાં એપરેન્ટિસશિપ માટે ઓનલાઇન અરજી ઇન્ડિયન બેન્કની વેબસાઇટ indianbank.in પર જઈને કરી શકાય છે.
Indian Bank Jobs: ઇન્ડિયન બેંક ભરતી 2024:
ઈન્ડિયન બેન્કમાં એપ્રેન્ટિસશિપ એક્ટ 1961 અંતર્ગત એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતી અભિયાન અંતર્ગત 1500 જગ્યાઓ નિમણુંક કરવામાં આવશે. ઇન્ડિયન બેન્કમાં એપરેન્ટિસશિપ માટે ઓનલાઇન અરજી ઇન્ડિયન બેન્કની વેબસાઇટ indianbank.in પર જઈને કરી શકાય છે. અરજી માટેની છેલ્લી તારીખ 31 જુલાઈ સુધીની છે. આ જગ્યાઓ પર પસંદગી લેખિત પરીક્ષા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ પછી કરવામાં આવશે.
સંસ્થા | ઈન્ડિયન બેંક |
પોસ્ટ નામ | એપ્રેન્ટિસ |
ખાલી જગ્યા | 1500 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31મી જુલાઈ 2024 |
સત્તાવાર વેબસાઇટ | indianbank.in |
શૈક્ષણિક લાયકાત:
ઉમેદવારો પાસે માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં ડિગ્રી અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત હોવી આવશ્યક છે. ઉપરાંત, ઉમેદવારોએ 31.03.2020 પછી તેમનું સ્નાતક પૂર્ણ કર્યું હોવું જોઈએ અને પાસ પ્રમાણપત્ર મેળવેલું હોવું જોઈએ.
વય મર્યાદા
ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષ હોવી જોઈએ. જો કે, SC/ST/OBC/PWBD કેટેગરીના ઉમેદવારો માટે ઉચ્ચ વય મર્યાદામાં છૂટછાટ છે.
અરજી કરવાની લાસ્ટ ડેટ
ઈન્ડિયન બેન્કની એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજીઓ આજથી એટલે કે 10મી જુલાઈથી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ 2024 છે. આ સમય મર્યાદામાં નિયત ફોર્મેટમાં ફોર્મ ભરો.
Indian Bank કેટલો મળશે પગાર?
- ઇન્ડિયન બેન્કમાં ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસશિપ દરમિયાન 15000 રૂપિયા મહિને સ્ટાઇપેન્ડ મળશે.
Indian Bank અરજી કઈ રીતે કરવી
- અરજી કરવા માટે પહેલા સત્તાવાર વેબસાઇટ એટલે કે indianbank.in પર જાઓ.
- અહીં તમે લૉગિન વિભાગમાં નોંધણી લિંક જોશો, તેના પર ક્લિક કરો.
- આ કર્યા પછી, જે પેજ ખુલે છે તેના પર જાઓ અને એપ્લિકેશન ભરો.
- હવે તમારા બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને પૂછવામાં આવતી ફી પણ ચૂકવો.
- આ કર્યા પછી, સબમિટ બટન દબાવો. હવે તમારી અરજી પૂર્ણ થઈ ગઈ છે.
મહત્વપૂર્ણ લિંક :
ઓફિશિયલ નોટિફિકેશન માટે | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |