Kunwar Bai Nu Mameru Yojana 2024: ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજના અમલમાં મૂકવામાં આવી છે . તેવામાં દીકરી ના લગ્ન સમયે આર્થિક રૂપે દીકરીને સહાય મળી રહે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા કુંવરબાઈનું મામેરુ યોજના અમલમાં મૂકવામાં આવી છે જેમાં દીકરીનેનવા 12 હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે.
Kunwar Bai Nu Mameru Yojana 2024
કુંવરબાઈનું મામેરું યોજના ગુજરાત સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ એક કલ્યાણકારી યોજના છે, જેમાં ગુજરાતની એસસી ,એસટી, ઓબીસી કેટેગરીની લગ્ન થયેલી કન્યાઓને 12000 રૂપિયાની સહાય મળે છે. કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ pdf download કરી ને ઓનલાઇન સહાય મેળવી શકો છે.
યોજનાનું નામ | કુંવરબાઈનું મામેરું યોજના 2024 (Kunwar Bai Nu Mameru Yojana 2024) |
સંસ્થા | esamajkalyan |
હેતુ | લગ્ન સમયે આર્થિક રૂપે દીકરીને સહાય |
લાભાર્થીઓ | ગુજરાત રાજ્ય ની દીકરીઓ |
હેલ્પલાઇન નંબર | 07925506520 |
અધિકૃત વેબસાઇટ | https://esamajkalyan.gujarat.gov.in/ |
Kunwar Bai Nu Mameru Yojana 2024 કુંવરબાઈ નું મામેરું યોજના માહિતી
Kunwar Bai Nu Mameru Yojana 2024: કુંવરબાઈની મામેરુ યોજના, જે ગુજરાતની સમાજ કલ્યાણ શાખામાં કાર્યરત છે, તેનો હેતુ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની પૃષ્ઠભૂમિની યુવતીઓને ટેકો આપવાનો છે. આ પ્રોગ્રામ આ છોકરીઓને તેમના લગ્ન પર લાભ આપે છે અને તેને સામાન્ય રીતે કુંવરબાઈની મામેરુ યોજના તરીકે ઓળખવામાં આવે છે. આ પહેલના ભાગરૂપે, સરકાર લાયક અરજદારોને નાણાકીય સહાય પૂરી પાડે છે. આ સહાય મેળવતા પહેલા રૂ.12,000 નાણાકીય સહાય તરીકે ફાળવવામાં આવશે.
Kunwar Bai Nu Mameru Yojana 2024 નિયમો અને શરતો
- આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિઓને (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર
- આ યોજનામાં વાર્ષિક આવકમર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ₹.600000/- અને શહેરી વિસ્તારમાં ₹રૂ.600000/- છે
- કુંટુંબની બે(2) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર
- કન્યાની વયમર્યાદા લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની વય ૨૧ વર્ષ હોવી જોઇએ.
- લગ્નના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
- સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.
- સમૂહલગ્નમાં ભાગ ભાગ લેનાર લાભાર્થી કન્યા સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઇનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.
કુંવરબાઇ મામેરું યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
- કન્યા નું આધાર કાર્ડ
- કન્યા નો જન્મતારીખ દાખલો
- કન્યા જાતિ નો દાખલો
- કન્યાનું ચૂંટણી કાર્ડ
- કન્યાના માતા -પિતા નું આધાર કાર્ડ
- કન્યા માતા -પિતા વાર્ષિક આવક નો દાખલો
- રહેઠાણ નો પુરાવો
- કન્યાના માતા -પિતા એક સરનામું
- લગ્નઃ નોંધણી પ્રમાણપત્ર
- બેંક પાસબુક ની ઝેરોક્સ
- કન્યા માતા -પિતા બાહેંધરીપત્રક
નિકાલ ની સમય મર્યાદા નિયત થયેલ હોય તો તેની વિગત
- કુલ 30 દિવસ
kunwar bai nu mameru yojana 2024 online apply : કુંવરબાઈનું મામેરું યોજના માટે અરજી કેવી રીતે કરવી?
- કુંવરબાઈનું મામેરું યોજના સરકારી યોજના માટે અરજી તમે સમાજ કલ્યાણ ની વેબસાઈટ પર જઈ ને કરી શકો છો.
- સૌપ્રથમ તમે કુંવરબાઈનું મામેરુ યોજના ની અરજી કરવા માટે ઈ સમાજ કલ્યાણ ની વેબસાઈટ પર જાવ https://esamajkalyan.gujarat.gov.in/
- જો તમે નવા યુઝર છો તો તમારે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તો તમે ન્યુ રજીસ્ટ્રેશન પર ક્લિક કરી તમારું રજીસ્ટ્રેશન કરી લો
- ત્યારબાદ તમારા રજીસ્ટ્રેશન થયા પ્રમાણે આઈડી પાસવર્ડ લોગીન કરી લોગીન કરી લો
- ત્યારબાદ તમારે કુવરબાઈનુ મામેરુ યોજના પર ક્લિક કરવાનું રહેશે
- તમારી સામે એક ઓનલાઇન ફોર્મ ખુલશે તેમાં તમારે તમારું માહિતી સાચી ભરવાની રહેશે
- ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ ફોર્મ ને સબમિટ કરો
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- અરજીને કન્ફર્મ કરો
- અરજીની પ્રિન્ટ લઈ લો
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ | Pdf ડાઉનલોડ કરો |
કુંવરબાઈનું મામેરું યોજના હેલ્પલાઇન નંબર | અહી ક્લિક કરો |
નોંધઃ આવી નવી તમામ અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ GSEBGUJARAT.IN પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી.