LIC RECRUITMENT 2024: શું તમે પણ જીવન વીમા નિગમમાં (LIC) નોકરી શોધી રહ્યાં છો? તો આના જેવો શાનદાર મોકો તમને ફરી ક્યારેય નહીં મળે.જે ઉમેદવાર આ જગ્યાઓ માટે અરજી કરી રહ્યાં છે, તેઓ જીવન વીમા નિગમની સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરી શકે છે.
LIC RECRUITMENT 2024
જીવન વીમા નિગમમાં નોકરી કરવાની ઇચ્છા ધરાવતા યુવાનો માટે શાનદાર અવસર છે. જીવન વીમા નિગમ દ્વારા હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે વિવિધ રાજ્યો માટે જુનિયર આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જે ઉમેદવાર આ જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે. તે જીવન વીમા નિગમ HFLની સત્તાવાર વેબસાઇટ lichousing.com પર જઈને અરજી કરી શકે છે.
સંસ્થાનું નામ | ભારતીય જીવન વીમા નિગમ (LIC RECRUITMENT 2024) |
પોસ્ટનું નામ | જુનિયર આસિસ્ટન્ટ |
ખાલી જગ્યાઓ | 200 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 14 ઓગસ્ટ 2024 |
સત્તાવાર વેબસાઇટ | lichousing.com |
શૈક્ષણિક લાયકાત
જે ઉમેદવાર આ જગ્યાઓ માટે અરજી કરી રહ્યાં છે, તેની પાસે કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએટની ડિગ્રી (ઓછામાં ઓછા 60 ટકા માર્કસ) હોવી જોઈએ. તેની સાથે ઉમેદવારને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું પણ જરૂરી છે.
અરજીની ફી કેટલી છે?
જીવન વીમા નિગમ ભરતી 2024માં અરજી કરનાર ઉમેદવારોને અરજી ફી રૂપે 800 રૂપિયા પ્લસ જીએસટી @ 18% ચૂકવવું પડશે. આ ફી તમામ ઉમેદવારો માટે લાગુ છે
વય મર્યાદા
જે ઉમેદવાર આ જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે, તેની ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ ઉંમર 28 વર્ષ નક્કી કરવામાં આવી છે.
પસંદગી પ્રક્રિયા
- લેખિત પરીક્ષા
- ઇન્ટરવ્યુ
કેવીરીતે કરશો અરજી?
- જીવન વીમા નિગમ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે https://ibpsonline.ibps.in/licjajul24/ પર જવાનું રહેશે
- ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.
મહત્વપૂર્ણ લિંક
ઓફિશિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |