NPCIL Recruitment 2024: ભારતીય ઊર્જા પરમાણુ નિગમ લિમિટેડમાં નોકરી કરવા માંગતા યુવાનો માટે ઉત્તમ તક છે. જે ઉમેદવાર આ જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે. તે NPCILની સત્તાવાર વેબસાઇટ npcilcareers.co.in પર જઇને અરજી કરી શકે છે.
NPCIL Recruitment 2024:
ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના સત્તાવાળાઓએ નરોરા એટોમિક પાવર સ્ટેશન, બુલંદશહેર (યુપી) ખાતે જરૂરિયાતોને પહોંચી વળવા કેટેગરી-1 સ્ટાઈપેન્ડરી ટ્રેઈની, કેટેગરી-2 સ્ટાઈપેન્ડીયરી ટ્રેઈની, એક્સ-રે ટેકનિશિયન અને નર્સ-એની જગ્યાઓ માટે 74 જગ્યાઓ જાહેર કરી છે.
સંસ્થા ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના પોસ્ટનું નામ કેટેગરી-I સ્ટાઈપેન્ડરી ટ્રેઈની, કેટેગરી-II સ્ટાઈપેન્ડરી ટ્રેઈની, એક્સ-રે ટેકનિશિયન અને નર્સ-A ખાલી જગ્યા 74 એપ્લિકેશન મોડ ઓનલાઈન સત્તાવાર વેબસાઇટ npcilcareers.co.in
NPCIL Recruitment 2024 લાયકાત
નર્સ બીએસસી, નર્સિંગમાં બી.એસસી. કે નર્સિંગ તેમજ મિડવાઇફરીમાં ડિપ્લોમાં + માન્ય રજીસ્ટ્રેશન હોવું જોઇએ. કેટેગરી – I & II સ્ટાઇપેન્ડરી ટ્રેની/સાયન્ટિફિક આસિસ્ટન્ટ (ST/SA) – ઉમેદવારો પાસે એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કે સંબંધિત વિષયોમાં બી.એસસીની ડિગ્રી હોવી જોઈએ. એક્સ-રે ટેક્નિશિયન ઉમેદવાર રેડિયોગ્રાફી કે એક્સ-રે ટેક્નિશિયનમાં ડિપ્લોમા હોવા જોઈએ.
કઈ પોસ્ટમાં કેટલી છે વેકેન્સી
પોસ્ટનું નામ ખાલી જગ્યા નર્સ-એ 01 કેટેગરી – I 12 કેટેગરી – II 60 એક્સ-રે ટેક્નિશિયન 1
5 ઓગસ્ટ સુધી ભરતીના ફોર્મ ભરાશે
ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ભરતી 2024 અંતર્ગત કેટેગરી-I સ્ટાઈપેન્ડરી ટ્રેઈની, કેટેગરી-II સ્ટાઈપેન્ડરી ટ્રેઈની, એક્સ-રે ટેકનિશિયન અને નર્સ-A પદ સરકારી નોકરીની જાહેરાત કરવામાં આવી છે. ભરતીમાં નોંધણી કરવાતા ઈચ્છુક ઉમેદવારોએ જુલાઈ 16 થી 5 ઓગસ્ટ, 2024 ની અંદરમાં ફોર્મ ભરવાનું રહેશે. તો ચાલો જાણીએ ભરતીની પ્રક્રિયા, પરીક્ષા પદ્ધતિ,અરજી ફી અને પગારધોરણની શું છે જોગવાઈ.
શ્રેણી ફી જનરલ/ OBC/ EWS 150 રૂપિયા SC/ST/PWD/ESM/સ્ત્રી 0રૂપિયા ચુકવણી મોડ ઓનલાઈન
કઈ રીતે થશે પસંદગી?
પ્રિલિમ્સ ટેસ્ટ
એડવાન્સ્ડ ટેસ્ટ સ્કિલ ટેસ્ટ
ઇન્ટરવ્યુ
દસ્તાવેજની ચકાસણી
આ પોસ્ટ પર સિલેક્ટ થતાં કેટલો પગાર મળશે
નર્સ-એ 44,900/- કેટેગરી-I સ્ટાઈપેન્ડરી 35,400/- કેટેગરી-II સ્ટાઈપેન્ડરી 21,700/- એક્સ-રે ટેકનિશિયન 25,500/-
વય મર્યાદા
ન્યૂનતમ ઉંમર 18 વર્ષ મહત્તમ ઉંમર 30 વર્ષ
અન્ય પછાત વર્ગ, અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ તેમજ બેન્ચમાર્ક વિકલાંગ વ્યક્તિઓ માટે ક્રમશઃ 3, 5 અને 10 વર્ષ સુધી વય મર્યાદામાં છૂટ આપવામાં આવી છે.
GDS Post Office Vacancy 2024: પોસ્ટ ઓફિસમાં 44000 જગ્યાઓ પર આવી ભરતી, નોકરી માટેની ઉત્તમ તક, જાણૉ સંપુર્ણ અરજી પ્રક્રિયા
BSFમાં અરજીની તારીખ લંબાવાઈ, 10 અને 12 પાસ ઉમેદવાર પણ કરી શકેશ અરજી, આ રીતે કરો ઓનલાઇન અરજી
અરજી કઈ રીતે કરવી
ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે npcilcareers.co.in પર જવાનું રહેશે
અરજી ફોર્મ માં આપેલી તમામ વિગતો અને માહિતી ધ્યાનથી વાંચીને દાખલ કરવાની રહેશે ત્યારબાદ સંપૂર્ણ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
અપલોડ કર્યા બાદ સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે અરજી ફોર્મ ભરતા પહેલા તમે જે પદ માટે અરજી કરવા રસ ધરાવો છો તે પદ સિલેક્ટ કરવું ખૂબ જ જરૂરી છે
મહત્વપૂર્ણ લિંક