Breaking News: રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો

Breaking News: રાજ્ય સરકારના તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનર્સ, જેઓ 7મા પગાર પંચના આધારે પગાર મેળવે છે, રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ તારીખ 1 જાન્યુઆરી 2024થી આપવાની જાહેરાત કરી છે

Breaking News: ભથ્થામાં 4 ટકાનો વધારો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ તારીખ 1 જાન્યુઆરી 2024થી આપવાની જાહેરાત કરી છે.

4.71 લાખ કર્મીઓને મળશે લાભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ તા. 1 જાન્યુઆરી 2024થી આપવાની જાહેરાત કરી છે. આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.71 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.73 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.

TAT-TET Big news: શિક્ષકોની ભરતીને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર,ગુજરાત સરકાર કરશે 24700થી વધુ કાયમી શિક્ષકોની ભરતી

6 માસની તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવાશે

મોંઘવારી ભથ્થાની 6 માસની એટલે કે 1 જાન્યુઆરી 2024થી 30 જૂન 2024 સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. તદઅનુસાર, જાન્યુઆરી-૨૦૨૪ તથા ફેબ્રુઆરી-૨૦૨૪ મહિનાની તફાવતની રકમ જુલાઈ-૨૦૨૪ના પગાર સાથે, માર્ચ અને એપ્રિલ-૨૦૨૪ની તફાવતની રકમ ઓગષ્ટ-૨૦૨૪ના પગાર સાથે તેમજ મે અને જૂન-૨૦૨૪ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ સપ્ટેમ્બર-૨૦૨૪ના પગાર સાથે કર્મયોગીઓને ચુકવવામાં આવશે.

નોટિફિકેશન ડાઉનલોડ કરવા અહીંયા ક્લિક કરો

Breaking News જાન્યુઆરી 2024 તથા ફેબ્રુઆરી 2024 મહિનાની તફાવતની રકમ જુલાઈ-2024ના પગાર સાથે, માર્ચ અને એપ્રિલ-2024ની તફાવતની રકમ ઓગષ્ટ-2024ના પગાર સાથે તેમજ મે અને જૂન-2024ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ સપ્ટેમ્બર-2024ના પગાર સાથે કર્મયોગીઓને ચુકવવામાં આવશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!