CRPF Jobs: પરીક્ષા વગર CRPFમાં મળશે નોકરી,આટલો મળશે પગાર,જાણો કેવી રીતે કરશો અરજી

CRPF Jobs: માં નોકરી શોધતા યુવાનો માટે મોટા સમાચાર છે.સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા ફિઝિયોથેરાપિસ્ટની જગ્યા માટે ભરતી નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે

CRPF Jobs 2024

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એ દેશની સેવા કરવા ઇચ્છુક ઉમેદવારો માટે એક મહત્વના સમાચાર આવ્યા છે.સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા સ્પોર્ટ્સમાં રસ ધરાવતા યુવાનો માટે ફિઝિયોથેરાપિસ્ટની જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જે પણ ઉમેદવારો આ પોસ્ટ સંબંધિત લાયકાત ધરાવે છે, તેઓ સત્તાવાર વેબસાઇટ દ્વારા અરજી કરી શકે છે. તે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની સત્તાવાર વેબસાઈટ crpf.gov.in પર જઈ અરજી કરી શકે છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ભરતી 2024 અંતર્ગત ફિઝિયોથેરાપિસ્ટની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે. જો તમે પણ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના પદ પર નોકરી કરવા માંગો છો, તો 17 જૂન સુધી કે તે પહેલા અરજી કરી શકો છો. જો તમે પણ આ જગ્યાઓ પર અરજી કરી રહ્યાં છો, તો પહેલા નીચે આપેલી બાબતો ધ્યાનથી વાંચી લો.

વય મર્યાદા

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની આ ભરતીના દ્વારા જે પણ ઉમેદવાર અરજી કરવાનું વિચારી રહ્યા છે. તેની વય મર્યાદા 40 વર્ષની ઓછી રાખવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત

જે પણ ઉમેદવાર આ જગ્યા માટે અરજી કરી રહ્યાં છે, તેની પાસે કોઈપણ માન્યતા પ્રાપ્ત ભારતીય કે વિદેશી યુનિવર્સિટીમાંથી ફિજિયોથેરાપીમાં માસ્ટર ડિગ્રી હોવા જોઈએ. સાથે જ સંબંધિત ક્ષેત્રમાં કામ કરવાનો અનુભવ હોવો જોઈએ.

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં આ રીતે મળશે નોકરી

સત્તાવાર નોટિફિકેશન અનુસાર જે પણ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ભરતી 2024 માટે અરજી કરી રહ્યાં છે. તેની પસંદગી વોક ઇન ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.

અહીં જુઓ આવેદન લિંક

CRPF Recruitment 2024 માટે અરજી કરવાની લિંક

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની આ ભરતી માટે જે પણ ઉમેદવાર અરજી કરી રહ્યાં છે. તેઓને નીચે આપવામાં આવેલા સરનામા પર 17 જૂન 2024 વોક-ઇન ઇન્ટરવ્યૂમાં હાજર રહેવું પડશે.સ્થળ – પ્રશિક્ષણ નિર્દેશાલય, પૂર્વ બ્લોક નંબર 10, લેવલ 7, આર કે પુરમ, નવી દિલ્હી, 110066 (સંપર્ક નંબર 011- 20867225)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!