GCAS: ધો.12 વિદ્યાર્થીઓ માટે ખુશખબર,સરકારનો મોટો નિર્ણય, GCASમાં રજીસ્ટ્રેશનની તારીખ લંબાવાઈ

GCAS Registration 2024: જો તમે ધોરણ 12 પાસ કરી લીધું છે અને ગુજરાતમાં સરકારી કોલેજમાં પ્રવેશ મેળવવા માંગતા હોવ તો, ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (GCAS) પોર્ટલ દ્વારા નોંધણી કરાવવી ફરજિયાત છે. આ પોર્ટલ રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કોલેજોમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના કાર્યક્રમો માટે પ્રવેશ પ્રક્રિયાનું સંચાલન કરે છે.

GCAS Registration 2024 (Gujarat Common Admission Services)

ગુજરાત રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમંત્રી સમક્ષ રજૂઆત કરતા વિદ્યાર્થીઓના વ્યાપક હિત અને શિક્ષણની અગત્યની બાબત ધ્યાને લઈ તેમની સૂચના અનુસાર હવે ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ પોર્ટલ મારફતે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 2 જૂન, રાત્રે 11.59 સુધી લંબાવવામાં આવે છે

GCASમાંરજિસ્ટ્રેશન પ્રક્રિયા 1 એપ્રિલથી શરૂ કરી

રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. BA, B.Com, B.Sc, BBA, BCA સહિતના પ્રોગ્રામ અને અન્ય પ્રોગ્રામમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ પોર્ટલ મારફત પ્રવેશ અંગે રજિસ્ટ્રેશન પ્રક્રિયા 1 એપ્રિલથી શરૂ કરી હતી.

કોલેજમાં એડમિશન માટે GCAS રજીસ્ટ્રેશનની તારીખ લંબાવાઈ

તા. 28 મેની છેલ્લી તારીખ સુધીમાં 4,39,865 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તે પૈકી 2,63,115 વિદ્યાર્થીઓએ ફી ભરી છે. જોકે હજુ પણ ઘણા વિદ્યાર્થી રજિસ્ટ્રેશન/ફી ભરી શક્યા નથી. આ અંગે વિવિધ યુનિવર્સિટીઓ, કોલેજો અને વિદ્યાર્થીઓની રજૂઆત શિક્ષણ વિભાગને મળી હતી. આ બાબતે ગુજરાત રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમંત્રી સમક્ષ રજૂઆત કરતા વિદ્યાર્થીઓના વ્યાપક હિત અને શિક્ષણની અગત્યની બાબત ધ્યાને લઈ તેમની સૂચના અનુસાર હવે ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ પોર્ટલ મારફતે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 2 જૂન, રાત્રે 11.59 સુધી લંબાવવામાં આવે છે.

GCAS Portal શું છે?

ગુજરાત કોમન એડમિશન સર્વિસ એટલે કે ગુજરાત રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં ચલાવવામાં આવતા કોર્સમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન કરવા માટેનું પ્લેટફોર્મ છે.

સરકારી યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલી કોલેજમાં અને પીએચડી કક્ષાના શૈક્ષણિક વર્ષમાં 2024-25 માં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ ની રચના કરવામાં આવી છે. આ પોર્ટલ અંતર્ગત તમારે રજીસ્ટ્રેશન કરી અને પરીક્ષા આપી હોય છે પછી જ તમે સરકારી કોલેજમાં પ્રવેશ મેળવી શકશો. આ પોર્ટલ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે.

GCAS Portal પર રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું?

ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માટે એ સંપૂર્ણ પ્રક્રિયા નીચે આપેલ છે

  • GCAS વેબસાઇટની મુલાકાત લો: http://gcasstudent.gujgov.edu.in/
  • ‘Apply Now’ બટન પર ક્લિક કરો.
  • ઓનલાઇન નોંધણી ફોર્મ ભરો:
  • નામ: HSC/12મા ધોરણની માર્કશીટ મુજબ નામ દાખલ કરો.
  • જન્મતારીખ: DD/MM/YYYY ફોર્મેટમાં દાખલ કરો.
  • મોબાઇલ નંબર: 10 અંકોનો માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
  • ઇમેઇલ ID: માન્ય ઇમેઇલ ID દાખલ કરો
  • “Submit” બટન પર ક્લિક કરો.
  • તમારા રજિસ્ટર થયેલ ઇમેઇલ અને મોબાઇલ નંબર પર OTP મેળવો.
  • OTP દાખલ કરો અને તમારા ID ની પુષ્ટિ કરો.
  • તમારા ઇમેઇલ અને મોબાઇલ પર યુઝરનેમ અને પાસવર્ડ મળશે.
  • સુરક્ષા માટે તમારા પાસવર્ડ તાત્કાલિક બદલો.
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!