Gseb Board 2024: ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના સામે આવી મોટી અપડેટ, સ્કૂલના LC લેવા પહેલા આ બાબત નું રાખજો ધ્યાન, નહિ તો પછતાવો કરવો પડશે!

તાજેતરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની (Gseb Board 2024)દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામ જાહેર કરવામાં આવ્યા.સ્કૂલના LC લેવા પહેલા આ બાબત નું રાખજો ધ્યાન

Gseb Board 2024 LC પર મોટો આદેશ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની(Gseb Board)તમામ DEOને પરિપત્ર કર્યો છે અને જણાવ્યું છે કે, ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થઈ ગયા છે. પરિણામ જાહેર થયા બાદ ધોરણ 10, ધો.12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓના શાળા છોડ્યાની તારીખ તરીકે બોર્ડના પરિણામની તારીખ દર્શાવવાની રહેશે.

LCમાં કઈ તારીખ લખવી

તાજેતરમાં જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની (Gseb Board) દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામ જાહેર કરવામાં આવ્યા. જેમાં ધો.12નું પરિણામ બોર્ડના પરિણામ બાદ વિદ્યાર્થીઓ પોતાના કરિયર માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેતા હોય છે.કોલેજમાં એડમિશન માટે LC (લિવિંગ સર્ટિફિકેટ) ખૂબ જરૂરી હોય છે. ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા ધો.10-12ના વિદ્યાર્થીઓને પરિણામ બાદ અપાતા LCમાં કઈ તારીખ લખવી તે અંગે નોટિફિકેશન જાહેર કરીને સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંંચ: GSEB Class 10th and 12th Result 2024 Declared : GSEB ધોરણ 10 અને 12 નું પરિણામ જાહેર, અહીંથી જુવો તમારું પરિણામ

આ પણ વાંચો: GSEB STD 12 Result Declared : ધોરણ 12 નું પરિણામ જાહેર, અહીં જુઓ તમારું પરિણામ

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

LC લેવા પહેલા આ બાબત નું રાખજો ધ્યાન

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gseb Board) દર વર્ષે ધો.10-12 બોર્ડનું પરિણામ મેના અંતમાં અથવા જૂનમાં આવતું હોય છે જેથી સ્કૂલો LCમાં 31મી મે જ શાળા છોડ્યાની તારીખ લખતી હતી. જોકે આ વર્ષે બોર્ડનું પરિણામ વહેલા જાહેર થયું છે. LC વહેલા આપવાના હોવાથી શાળા છોડ્યાની તારીખ 31 મે ન લખી શકાય એવામાં ઘણી સ્કૂલો તારીખને લઈને મૂંઝવણમાં હતી. ઘણી સ્કૂલોએ સત્ર પૂરું થયાની તારીખ અને મહિનાના અંતની તારીખ લિવિંગ સર્ટિફિકેટમાં લખી નાખી હતી. એવામાં હવે બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરીને પરિણામની તારીખને જ અંતિમ તારીખ તરીકે LCમાં લખવામાં આવે તેવો આદેશ અપાયો છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!