Purak Pariksha: ધો.10 અને 12 વિદ્યાર્થીઓ માટે ખુશખબર ! પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર,અહિંથી ચેક કરો

Purak Pariksha 2024: ધોરણ-10ની પૂરક પરીક્ષા 24 જૂનથી લઈને 4 જૂલાઈ સુધી યોજાશે, તો ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 24 જૂનથી 3 જૂલાઈ સુધી યોજાશે અને ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 24 જૂનથી 6 જૂલાઈ સુધી યોજાશે.

Purak Pariksha 2024- પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો તાજેતરમાં જ ગુજરાત બોર્ડનું ધો.10 અને ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવ્યું. જોકે આ વર્ષે પણ કેટલાક વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં એક કે વધુ વિષયોમાં નાપાસ થયા હતા. ત્યારે આવા વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે માટે ગુજરાત બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. એવામાં બોર્ડ દ્વારા ધો.10 અને 12ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે.

આ તારીખ દરમિયાન લેવાશે પૂરક પરીક્ષા જોઇલો આ પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ધોરણ-10(SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ-12(HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના અનુત્તીર્ણ અને પરીક્ષામાં બેસવાની પાત્રતા ધરાવતા ઉમેદવારોની પૂરક-2024ની પરીક્ષા તા-24/06/2024થી તા 06/07/2024 દરમિયાન લેવાનાર છે.

GS & HSEB Exam – Purak Pariksha-2024 For HSC & SSC વિશે જાણો સત્તાવાર વેબસાઇટ દ્વારા

ઘોરણ-૧૦ અને ઘોરણ-૧૨(વિજ્ઞાનપ્રવાહ અને સામાન્યપ્રવાહ) પૂરક-૨૦૨૪ની પરીક્ષાનો કાર્યક્રમ ડાઉનલોડ કરો

ધો.10ના વિદ્યાર્થીઓની GSEB પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ 2024

ધોરણ-10ની પૂરક પરીક્ષા 24 જૂનથી લઈને 4 જૂલાઈ સુધી યોજાશે, તો ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 24 જૂનથી 3 જૂલાઈ સુધી યોજાશે અને ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 24 જૂનથી 6 જૂલાઈ સુધી યોજાશે.

ધો.12ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ

મિત્રો વધુ માહિતી માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઇટ gsebeservice.com પરથી SSC તેમજ Hsc પૂરક પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ અને સુચાનાઓ ડાઉનલોડ કરી શકશો.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!