Certificate: ફકત 5 મિનિટ માં જન્મ-મરણ પ્રમાણપત્ર ઘરે બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરો

Certificate: મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જન્મ અને મરણના દાખલા વિશે કે તેને કઈ રીતે ડાઉનલોડ કરી શકાય છે. જન્મ અને મરણ ના દાખલા એ ગુજરાત સરકારની ઓફિસિયલ પોર્ટલ નોંધણી કરવામાં આવે છે કે જે eolakh.gujarat.gov.in છે. કે જેની અંદર તમે જન્મ અને મરણના Certificate ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો અને તેની અંદર તમે નોંધણી પણ કરાવી શકો છો.

Birth Certificate જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો ઓનલાઈન

પોસ્ટ નામજન્મ નોંધણી ઓનલાઈન / જન્મ પ્રમાણપત્ર ઓનલાઇન ડાઉનલોડ કરો
વિભાગઆરોગ્ય અને કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર
રાજ્યગુજરાત
અરજી કરવાનો પ્રકારઓનલાઈન
ઓફિસીયલ વેબસાઇટhttps://eolakh.gujarat.gov.in/

જન્મની ઓનલાઈન નોંધણી માટે (ઈ ઓળખ) એપ્લીકેશન, નેશનલ ઇન્ફ્રોર્મેટીક્સ સેન્ટર, ગુજરાત રાજ્ય દ્વારા ગુજરાત સરકારના આરોગ્ય અને કલ્યાણ વિભાગ માટે વિકસાવવામાં આવી છે. આ એપ્લીકેશનમાં કોઈપણ સમસ્યા હોય અથવા એપ્લીકેશન સબંધિત સૂચનો હોય તો નાયબ રજીસ્ટ્રારશ્રી (જન્મ-મરણ) અને અધિક નિયામકશ્રી (આંકડા), બ્લોક 5/3, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર – 382010નો સંપર્ક સાધવા વિનંતી છે. વધુમાં, જીલ્લા જીલ્લાકક્ષાના પ્રશ્નના માર્ગદર્શન માટે સબંધિત જીલ્લા પંચાયત ખાતે ફરજ બજાવતા જીલ્લા રજીસ્ટ્રારશ્રી (જન્મ-મરણ) અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીનો સંપર્ક સાધવા વિનંતી છે.

જન્મના પ્રમાણપત્ર માટે કયાં- કયાં ડોક્યુમેન્‍ટ જોઈએ?

તમારે જન્મના Certificate મેળવવા માટે નીચેના ડોક્યુમેન્‍ટ જોઈએ

  • બાળકના પિતાનું આધાર કાર્ડ
  • બાળકના માતાનું આધાર કાર્ડ
  • રહેણાંક પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • ઈમેલ આઈડી
  • મોબાઈલ નંબર

આ પણ વાંંચો:Aayushman Card: ઘરે બેઠા આયુષ્માન કાર્ડ માટે અરજી કરો અને મેળવો 10 લાખ સુધીનો મફત ઈલાજ

આ પણ વાંંચો:E-Nirman Card: ઈ-નિર્માણ કાર્ડ કેવી રીતે મેળવવું અને જાણૉ તેના ફાયદા, જરૂરી ડૉક્યુમેન્ટ લિસ્ટ અને સંપૂર્ણ અરજી પ્રક્રિયા

આ પણ વાંંચો:Ikhedut Portal: પાણીના ટાંકા બનાવવા સહાય યોજના નું આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ

ઓનલાઈન જન્મ પ્રમાણપત્ર માટે અરજી કેવી રીતે કરશો?

રાજ્યના નાગરિકોની સુખાકારી માટે સરકાર દિન-પ્રતિદિન ઓનલાઈન સેવા વધારી રહી છે. જો તમે પણ તમારા તાજેતરમાં જન્મેલા બાળકનું જન્મનું Certificate ઓનલાઈન મેળવવા માંગતા હોવ તો નીચેની માહિતીને અનુસરો.

  • આ વેબસાઈટ પર હોમ પેજ પર “Download Certificate” નામનું બટન હશે. તેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ નવું એક પેજ ખૂલશે.
  • ધારો કે, તમારા રજીસ્ટ્રર મોબાઈલથી પ્રમાણપત્ર મેળવવું હોય તો, ત્યાં મોબાઈલ નંબર વાળો ઓપ્શન પસંદ કરો.
  • ત્યારબાદ Enter Captch દાખલ કરીને “Search Data” પર ક્લિક કરો.
  • છેલ્લે, તમારી માહિતી સાચી હશે તો તમારું જન્મનું પ્રમાણપત્ર Download કરી શકશો.

મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ

મૃત્યુ પ્રમાણપત્ર એ રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલ અહેવાલ છે જે નિવાસીનું મૃત્યુ જાહેર કરે છે. તે એક ફરજિયાત પ્રમાણપત્ર છે જે વ્યક્તિના પરિવારના સભ્યો દ્વારા મેળવવાનું હોય છે. મૃત્યુ પ્રમાણપત્ર મૃત્યુની તારીખ, સ્થાન અને કારણની યાદી આપે છે. ગુજરાત રાજ્યમાં થતા દરેક મૃત્યુની નોંધણી તેની ઘટનાના 21 દિવસની અંદર કરવાની હોય છે. ગુજરાત મૃત્યુ પ્રમાણપત્ર મેળવવા માટેની પ્રક્રિયા જુઓ.

મરણ પ્રમાણપત્ર માટે અરજી કરવા માટે નીચેના જરૂરી દસ્તાવેજો છે

  • યોગ્ય રીતે ભરેલ અને સહી કરેલ અરજી ફોર્મ.
  • હોસ્પિટલ અથવા નર્સિંગ હોમ દ્વારા આપવામાં આવેલ મૃત્યુની ઘોષણાનું નિવેદન.
  • પોસ્ટમોર્ટમ રિપોર્ટ, જો જરૂરી હોય તો
  • વિલંબિત મૃત્યુ નોંધણી માટે પરવાનગી.
  • આધાર કાર્ડ.
  • નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
  • રેશન કાર્ડ
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!