E-Nirman Card: ઈ-નિર્માણ કાર્ડ કેવી રીતે મેળવવું અને જાણૉ તેના ફાયદા, જરૂરી ડૉક્યુમેન્ટ લિસ્ટ અને સંપૂર્ણ અરજી પ્રક્રિયા

E-Nirman Card Gujarat: નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા બાંધકામ ક્ષેત્રે સંકળાયેલ શ્રમયોગીઓ કામદારો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે. આ યોજનાનો મુખ્ય હેતુ અસંગઠિત કામદારોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવાનો છે. શ્રમયોગી કલ્યાણ બોર્ડની તમામ યોજનાઓનો લાભ લેવા માટે ઈ-નિર્માણ કાર્ડ કઢાવવું ફરજિયાત છે તો મિત્રો હવે આપણે આ લેખ દ્વારા જરૂરી ડૉક્યુમેન્ટ લિસ્ટ અને સંપૂર્ણ અરજી પ્રક્રિયા વિશે જાણીશું.

E-Nirman Card Gujarat

ગુજરાત સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી આ યોજના હેઠળ કોઈપણ શ્રમયોગીને ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અમલમાં મુકવામાં આવેલ તમામ યોજનાઓનો લાભ મળે તે માટે લાભાર્થીની ઓળખ રૂપે ઈ નિર્માણ કાર્ડ આપવામાં આવે છે. E-Nirman Card પહેલા શ્રમયોગીઓને ઓળખરૂપે લાલ ચોપડી અપાતી હતી, હવે તેના બદલે સ્માર્ટકાર્ડ જેવું લાભાર્થીના ફોટા સાથેનું ઈ નિર્માણકાર્ડ આપવામાં આવે છે. જે સરકારની તમામ યોજનાઓના લાભ માટે ઓળખપત્ર તરીકે ઉપયોગી છે અને શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગની તમામ સહાયકારી યોજનાઓનો લાભ મેળવી શકે છે અને લાભાર્થીના ઓળખના પુુુુુરાવા તરીકે માન્ય ગણાય છે.

યોજના નું નામઈ-નિર્માણ કાર્ડ ઓળખપત્ર (E-Nirman Card)
યોજનાનો વિભાગશ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગ
લાભાર્થીબાંધકામ સંબંધિત કોઈપણ ક્ષેત્રમાં રોકાયેલા કામદારો
લાભગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા સંચાલિત તમામ યોજનાઓનો લાભ
ઓફિસીયલ વેબસાઇટhttps://enirmanbocw.gujarat.gov.in/

આ પણ વાંંચો: આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી સાધન સહાય મેળવવા અરજી કરવાનું શરૂ, જાણો કેવી રીતે કરવી અરજી

ઈ-નિર્માણ કાર્ડ ઓળખપત્ર કોણ મેળવી શકે છે?

ચણતર કામ
ઇંટો, માટી ઉપાડનારા
ખાણકામ કામદારો
ધાબા ભરવાનું કામ
ઇલેક્ટ્રિશિયન
માર્બલ ટાઇલ્સ ફિટિંગ કામદારો
જાહેર બગીચા બનાવવાનું કામ
ઈલેક્ટ્રિશિયનનું કામ
પ્લંમ્બિંગ કામ
કંન્ટ્રક્શન / ઈરિગેશન જેવા સાઈનેજ બોર્ડનું કામ

આ પણ વાંંચો: પશુપાલન ને લગતી યોજના નું આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ

શું છે ઇ-નિર્માણ કાર્ડના ફાયદાઓ? (Benefits of e nirman card)

ઇ-નિર્માણ કાર્ડ હેઠળની વિવિધ યોજનાકીય લાભો વિશે તથા યોજનાઓ વિશે જાણૉ

 • આરોગ્ય તપાસ: ધન્વંતરી રથ દ્વારા મફત આરોગ્ય તપાસ
 • પ્રસૂતિ સહાય: નોંધાયેલ મહિલા કામદારોને ₹27,500/- ની પ્રસૂતિ સહાય (બે બાળકોની મર્યાદામાં)
 • શ્રમિક અન્નપૂર્ણા: માત્ર ₹05માં પૌષ્ટિક ભોજન
 • વ્યવસાયિક રોગોમાં સહાય: કોઈના વ્યવસાય સંબંધિત રોગોની સારવાર માટે ₹ 3,00,000/- સુધીની સહાય
 • શિક્ષણ સહાય યોજના: ₹ 500 થી ₹ 40,000/- સુધીના બાળકોને શિક્ષણ સહાય (બે બાળકોની મર્યાદા)
 • આવાસ યોજના: ₹ 1,60,000/- ની મકાન સહાય
 • સબસિડી સ્કીમ: ₹ 1,00,000/- ની હાઉસિંગ સબસિડી
 • ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના: પુત્રીના નામે ₹ 25,000/- ના બોન્ડ
 • આકસ્મિક મૃત્યુ સહાય: ₹ 3,00,000/- ની સહાય
 • અંત્યેષ્ઠી યોજના: ₹ 7,000/- મરણોત્તર વારસદારોને અનુદાન

આ પણ વાંંચો: રેશનકાર્ડ ધારકો માટે આવ્યા મહત્વના સમાચાર! 30 જૂન સુધી કરી લો આ કામ નહીંતો નહીં મળે અનાજ

ઈ-નિર્માણ કાર્ડ મેળવવા માટેના જરૂરી દસ્તાવેજ

 • અરજદારનું આધાર કાર્ડ
 • ઉંમરનો પુરાવો (જન્મ પ્રમાણપત્ર, L.C, વગેરે)
 • પાસપોર્ટ સાઈઝનો ફોટો.
 • બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ.
 • આવક દાખલાની નકલ.
 • છેલ્લા 12 માસમાં શ્રમિક તરીકે ઓછામાં ઓછુ 90 દિવસ કામ કર્યા બાબતનું પ્રમાણપત્ર.
 • સ્વયં પ્રમાણિત પ્રમાણપત્ર અને વ્યવસાયનું પ્રમાણપત્ર.

આ પણ વાંંચો:Ikhedut Portal: પાણીના ટાંકા બનાવવા સહાય યોજના નું આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ

E-Nirman Card મેળવવા માટેની શું છે પાત્રતા ( કોણ મેળવી શકે આ ઇ-નિર્માણ કાર્ડ)

 • ઉંમર : ૧૮-૬૦ વર્ષ (મહિલા/પુરુષ)
 • છેલ્લા ૧૨ મહિનામાં બાંધકામ શ્રમિક તરીકે ઓછામાં ઓછું ૯૦ દિવસ કામ કર્યાનું પ્રમાણપત્ર

ઈ-નિર્માણ કાર્ડ ઓળખપત્ર માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

 • ઈ-નિર્માણ કાર્ડ માટે સૌ પ્રથમ શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગ ના બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ https://enirmanbocw.gujarat.gov.in/ ની મુલાકાત લો.
 • ત્યાર બાદ, તમારી અરજી પ્રક્રિયા શરૂ કરવા માટે “નવી નોંધણી” વિકલ્પ જુઓ અને તેના પર ક્લિક કરો.
 • આપેલ ફોર્મમાં તમામ જરૂરી માહિતી ચોક્કસ રીતે ભરો. આમાં સામાન્ય રીતે વ્યક્તિગત વિગતો, સંપર્ક માહિતી અને સંબંધિત વ્યવસાયિક માહિતીનો સમાવેશ થાય છે.
 • ખાતરી કરો કે તમારી પાસે તમામ જરૂરી દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો છે, જેમ કે તમારું આધાર કાર્ડ, ઉંમરનો પુરાવો, પાસપોર્ટ-સાઇઝનો ફોટોગ્રાફ, બેંક પાસબુક, આવકનું સ્ટેટમેન્ટ અને કામના અનુભવના પ્રમાણપત્રો.
 • આપેલી સૂચનાઓ અનુસાર આ સ્કેન કરેલા દસ્તાવેજો અપલોડ કરો.
 • ફોર્મ પૂર્ણ કર્યા પછી, તેને સબમિટ કરો. તમને તમારા રજિસ્ટર્ડ મોબાઈલનંબર પર એકOTPવન-ટાઇમપાસવર્ડ પ્રાપ્ત થશે.
 • તમારો મોબાઈલ નંબર ચકાસવા માટે OTP દાખલ કરો અને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.

ઈ-નિર્માણ કાર્ડ માટે ઓનલાઇન અરજી કરવા માટેની મહત્વપૂર્ણ લિંક :

ઈ-નિર્માણ કાર્ડ માટે ઓનલાઇન અરજી કરાવવાઅહીં ક્લિક કરો
ઈ-નિર્માણ કાર્ડ માટે વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

નોંધઃ આવી નવી તમામ ઉપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ GSEBGUJARAT.IN પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!