Ikhedut Portal: પાણીના ટાંકા બનાવવા સહાય યોજના નું આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ

Ikhedut Portal: પ્રિય વાંચકો, iKhedut પોર્ટલ પર અનેક વિભાગની યોજનાનો બહાર પાડવામાં આવે છે. જેમાં ખેતીવાડી વિભાગની યોજનાઓ, પશુપાલન વિભાગની યોજનાઓ, બાગાયત વિભાગની યોજનાઓનો સમાવેશ થાય છે. આજના આ આર્ટીકલમાં આપણે પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનાની વિગતવાર માહિતી આપીશું. પાણીના ટાંકા બનાવવા સહાય યોજના 2024 હેઠળ શું લાભ મળે? તેની ચર્ચા કરીશું.

Ikhedut Portal પાણીના ટાંકા બનાવવા સહાય યોજના 2024

ગુજરાત સરકારનાં બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને ડ્રિપ ઇરીગેશન માટે પાણીની ટાંકી માટે i-khedut પોર્ટલ પર યોજના જાહેર કરવામાં આવી છે. હાલમાં આ યોજના માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. તો આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજ, યોજના માટેની પાત્રતા અને અરજી પ્રક્રિયા વિશે માહિતી મેળવીશું.

યોજનાનું નામડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા
યોજનાનો હેતુબાગાયતી યોજનાઓ
વિભાગનું નામકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
અરજી કરવાનો પ્રકારઓનલાઇન
છેલ્લી તારીખ24 જૂન 2024
ઓફિશિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/

પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનાની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે.

  • અરજી કરનાર ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઇએ.
  • યોજનાનો લાભ ગુજરાતના તમામ વર્ગના ( SC, ST, સામાન્ય વર્ગના) ખેડૂતો લઈ શકે છે.
  • યોજનાનો લાભ લેવા માટે ખેડૂત પાસે પોતાની ૨ વીઘા કરતા વધુ જમીન હોવી જોઇએ.

યોજનાની પાત્રતા અને નિયમો

  • આ યોજના હેઠળની સહાય માટે યુનિટ કોસ્ટમાં ઓછામાં ઓછા 75 ઘનમીટરની અને વધુમાં વધુ 1000 ઘનમીટરની ક્ષમતાવાળી આર.સી.સીની પાણીની ટાંકીનો સમાવેશ કરવાનો રહેશે.
  • આ યોજનાનો લાભ જે તે સર્વે નંબરો માટે આજીવન એક જ વખત મળી શકશે.’

યોજના માટે જરૂરી દસ્તાવેજ

  • અરજદાર ખેડૂતની 7/12 અને 8-અ ની જમીનની નકલ
  • આધારકાર્ડની નકલ (Aadhar Card)
  • જો ખેડૂતએસ.સી જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • જો ખેડૂત એસ.ટી જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની નકલ
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • મોબાઈલ નંબર

આ પણ વાંંચો:RNSBL Recruitment: ગુજરાતની આ સહકારી બેંકમાં નોકરી કરવા ઈચ્છતા યુવાનો માટે ખુશખબર,અહીંથી કરો અરજી

આ પણ વાંંચો:GSEB SSC Purak Exam Hall Ticket 2024: ધોરણ ૧૦ પૂરક પરીક્ષા 2024 ની હોલટિકિટ તથા નિમણૂંકપત્ર જાહેર, અત્યારેજ કરો ડાઉનલોડ

કેવી રીતે પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનામાં ઓનલાઇન અરજી કરવી?

પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના હેઠળ લાભ લેવા માટે Ikhedut Portal પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તે માટે તમારે નીચે પગલાં અનુસરીને અરજી કરવાની રહશે.

  • પ્રથમ Google ખોલીને “Ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
  • Ikhedut Portal Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-1 પર આવેલી “ખેતીવાડી ની યોજનાઓ” ખોલવું.
  • જેમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • છેલ્લે, લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

નોંધઃ આવી નવી તમામ ઉપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ GSEBGUJARAT.IN પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!