Cyclone Remal: શક્તિશાળી બન્યું ‘રેમલ’વાવાઝોડું! ગુજરાત આ વિસ્તારોમાં ભારે તબાહી મચાવશે

Cyclone Remal: બંગાળની ખાડીમાં ઓછા દબાણના ક્ષેત્રમાં એક શક્તિશાળી વાવાઝોડું આકાર લઈ રહ્યું છે. હળવા દબાણનું આ ક્ષેત્ર મધ્ય બંગાળની ખાડી પર સ્થિત છે.

Cyclone Remal

વાવાઝોડું રેમલ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે રવિવાર સાંજ સુધીમાં ટકરાશે. આ વાવાઝોડા અંગે હવામાન વિભાગે એલર્ટ જાહેર કરી દીધુ છે. આ બંગાળની ખાડીમાં ચોમાસાની સિઝનનું પ્રથમ વાવાઝોડું હશે.

હવામાન વિભાગે જણાવ્યું

હવામાન વિભાગે જણાવ્યું કે, 24 મેના રોજ પશ્ચિમ મધ્ય અને તેની નજીકના દક્ષિણ બંગાળની ખાડી પર ચિન્હિત નીચા દબાણનું ક્ષેત્ર 24 મે ના રોજ મધ્ય બંગાળની ખાડીની ઉપર ખેપુપારા (બાંગ્લાદેશ)થી લગભગ 800 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ અને કેનિંગ (પશ્ચિમ બંગાળ)થી 810 કિમી દક્ષિણમાં એક વાવાઝોડામાં ફેરવાઈ ચૂક્યું છે. આ વાવાઝોડું હાલમાં ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું 26 મેની મધ્યરાત્રિની આસપાસ સાગર દ્વીપ અને ખેપુપારા વચ્ચે બાંગ્લાદેશ અને તેની આસપાસના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાને પાર કરી શકે છે.

આ રાજ્યોમાં પડી શકે છે વરસાદ

હવામાન વિભાગે જણાવ્યું કે, 27 અને 28 મેના રોજ આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, ત્રિપુરામાં વરસાદ પડી શકે છે. પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 26 મેના રોજ વરસાદ પડવાની શક્યતા છે.

વાવાઝોડું ત્રાટકશે ત્યારે ગુજરાતમાં શું થશે?

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાવાઝોડું જ્યારે ત્રાટકી જાય તે બાદ તે નબળું પડતું જાય અને અંતે આ સિસ્ટમ સાવ નબળી પડીને વિખેરાઈ જતી હોય છે.

ગુજરાતમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે અને હવામાન વિભાગ છેલ્લા ઘણા સમયથી હીટ વેવની ચેતવણી પણ આપી રહ્યું છે.

Cyclone Remal સોમવારથી ગુજરાતમાં પવનની ગતિ વધી જશે, આ પવનો વાવાઝોડા સાથે ભળશે અને રાજ્યમાં રહેલા ભેજને ખેંચી લેશે. તેથી ગુજરાતમાં આ વાવાઝોડાને કારણે વરસાદની પણ કોઈ શક્યતા નથી

દરિયામાં ન જવાની આપી સલાહ

વાવાઝોડુંને ધ્યાનમાં રાખી હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપી છે. આ ઉપરાંત પહેલાથી જ દરિયામાં રહેલા માછીમારોને 26 મે પહેલા દરિયાકાંઠે પરત ફરવાની સલાહ આપવામાં આવી છે.

અંબાલાલની આગાહી

અંબાલાલ પટેલે પણ Cyclone Remal વાવાઝોડાની આગાહી કરી છે. આગામી બે દિવસ બાદ રાજ્યવાસીઓને મળશે ગરમીથી રાહત. તેમના કહેવા મુજબ આજથી 26 મે સુધીમાં બંગાળની ખાડીમાં ભારે ચક્રવાતની અસર રહેશે. તેમણે પણ કહ્યું છે કે આગામી સમયમાં પશ્ચિમી બંગાળ તરફ ચક્રવાત આવશે. આજથી દક્ષિણ પશ્ચિમી તટો પર ભારે વરસાદની શક્યતા રહેશે. પવનની ગતિ 100 km ઉપર રહેવાની શક્યતા છે. બંગાળાના ઉપસગાર અને અરબસાગર ના ભેજ અને પવનો અથડાઈ પડતા ગાજવીજ સાથે રોહિણી નક્ષત્રનો વરસાદ ગુજરાતમાં થશે. 26 મે થી 4 જૂન વચ્ચે દેહ દઝાડતી ગરમીથી રાહત મળશે. 43 ડિગ્રી ગરમી તાપમાન રહેશે. આ સમયે પંચમહાલ, દાહોદ, ગોધરા, વડોદરા, આણંદ, કચ્છ, સુરત, આહવા,વલસાડ, ડાંગ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં છૂટો છવાયો વરસાદ રહેશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!