Education Board Big news: સ્કૂલ વેકેશન લંબાવવા અંગે મોટા અપડેટ, આ તારીખથી શરૂ થશે શાળા

Education Board Big news: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો ઉચકાતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. હાલમાં સ્કૂલોમાં ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે. ત્યારે થોડા સમય પહેલા રિપોર્ટ્સ આવ્યા હતા કે ગરમીના કારણે સ્કૂલોમાં ઉનાળું વેકેશનને લંબાવવામાં આવશે.

Education Board Big news- સ્કૂલ વેકેશન લંબાવવા અંગે મોટા અપડેટ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો ઉચકાતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. હાલમાં સ્કૂલોમાં ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે. ત્યારે થોડા સમય પહેલા રિપોર્ટ્સ આવ્યા હતા કે ગરમીના કારણે સ્કૂલોમાં ઉનાળું વેકેશનને લંબાવવામાં આવશે. હવે આ અંગે સત્તાવાળાઓ તરફથી નિવેદન સામે આવ્યું છે અને કહેવાયું છે કે, સ્કૂલોમાં નવું શૈક્ષણિક સત્ર 13 જૂનથી જ ચાલુ થઈ જશે.

રાજ્ય શાળા સંચાલક મંડળે શાળાઓમાં વેકેશન લંબાવવા માંગ કરી છે. રાજ્ય શાળા સંચાલક મંડળે સીએમને પત્ર લખી વેકેશન લંબાવવા માંગ કરી છે. હીટવેવનાં કારણે શાળાઓમાં એક અઠવાડિયું વેકેશન લંબવવા માંગ કરવામાં આવી છે. તેમજ 13 જૂનનાં બદલે 20 જૂનથી શાળાઓ શરૂ કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. દિવાળી વેકેશન એક અઠવાડિયું ઓછું આપી દિવસો સરભર કરવા માંગ કરી છે.

વેકેશનની તારીખ લંબાવવામાં નહિ આવે

ગુજરાતમા આ વર્ષે ગરમીએ તમામ રેકોર્ડ તૂટ્યા છે. આ વચ્ચે જ રાજ્યમાં ગરમીના પ્રકોપાના કારણે રાજ્ય શાળા સંચાલક મંડળ અને વાલી અધિકાર ગ્રુપ દ્વારા માંગણી કરવામાં આવી હતી કે સ્કૂલોને 13 જૂનના બદલે 20 જૂનથી શરૂ કરવામાં આવે. જોકે આ અંગે હવે ગુજરાત શિક્ષણ બોર્ડ, પ્રાથમિક શિક્ષણ નિયામક અને અમદાવાદના DEO કચેરીના પદાધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે વેકેશનની તારીખ લંબાવવામાં નહીં આવે.

13મી જૂનથી શરૂ થશે શૈક્ષણિક સત્ર

આ સ્પષ્ટતા બાદ રાજ્યભરની સ્કૂલોમાં 13મી જૂનથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યું છે. નોંધનીય છે કે, ગુજરાતમાં હાલ પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં કેટલાક સ્થળોએ વરસાદના અમી-છાંટણા પડ્યા છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં 10મી જૂન આસપાસથી ચોમાસું બેસી જાય તેવી પણ આગાહી કરી છે. એવામાં સ્કૂલો શરૂ થાય ત્યારે શક્ય છે કે વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે, જેથી બાળકોને ગરમીથી રાહત મળી શકે છે.

આવી અવનવી અપડેટ માહીતી માટે અમારી વેબસાઇટ gsebgujarat ની મુલાકાત લેત્તાં રહો. આભાર….

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Whatsapp ગૃપમાં જોડાઓ!