School Van Latest Big news: શાળાઓ શરૂ થતા જ વાલીઓને પડશે મોંઘવારીનો માર, સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં 20 ટકાનો વધારો

School Van Latest Big news: શૈક્ષણિક સત્ર શરૂ થાય એ પૂર્વે વાલીઓ પર વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને સ્કૂલ રિક્ષા-વાનમાં ભાવ વધારો કર્યો છે. નવા શૈક્ષણિક સત્રથી આ નવો ભાવ વધારો અમલી કરવામાં આવશે.

School Van Latest Big news 2024

13 જૂને શાળાઓ શરુ થવાની છે. પરંતુ વાલીઓને શૈક્ષણિક સત્ર શરૂ થતા પહેલા મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. સ્કૂલ રિક્ષા અને વાનના ભાવમાં 20 ટકાનો ભાવ વધારો કરાયો છે. આ વધારા પાછળ કારણ એવું કહેવામાં આવ્યું છે કે, ‘RTO રજિસ્ટ્રેશન, ફિટનેશન પાર્સિંગનો 50 હજારનો બોજો આવતા આ ભાવ વધારો નવા શૈક્ષણિક સત્રથી નવો ભાવ વધારો અમલી કરી દેવામાં આવશે.’

13 જૂને શરુ થશે શૈક્ષણિક સત્ર

School આગામી 13 મી જૂનથી રાજ્યમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે, ત્યારે બીજીતરફ નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વાન અને રિક્ષાના ભાડાંમાં વધારો કરવામાં આવ્યો છે. સ્કૂલ વાનમાં પ્રતિ એક કિમીદીઠ 200 અને સ્કૂલ રિક્ષામાં કિમીદીઠ 100 રૂપિયા ભાડારૂપે વધારો કરવામાં આવ્યો છે. આ માટે RTO પાસીંગમાં ખર્ચનો બોજો, વીમો, પરમિટ સહિતના ખર્ચને લઈને ભાવવધારો કરવામાં આવ્યો છે. આથી તેની સીધી અસર વાલીઓના બજેટ પર થવાનો છે.

ગુજરાત સરકારી શાળાઓમાં ઉનાળું વેક્શન લંબાવામાં આવ્યુ હતુ. School પહેલા 9 જૂન સુધી ઉનાળુ વેકેશન આપવામાં આવ્યુ હતુ. પરંતુ મંડળોની(GSEB) રજૂઆત અને લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી વેકેશનની તારીખો બદલવામાં આવી અને 13 જૂન સુધી વેકેશન લંબાવામાં આવ્યુ. આ વર્ષે કુલ 35 દિવસનું ઉનાળું વેકેશન જાહેર કરવામા આવ્યું.

સ્કૂલ એસોસિયેશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું

  • સ્કૂલ એસોસિયેશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી ભાડામાં વધારો કરવામાં નથી આવ્યો ઓરંતુ હવે પાર્સિંગ સહિતના ખર્ચમાં થયેલ વધારા અને બીજી તરફ મોંઘવારી વધવાને લીધે આ ભાડાંમાં વધારો કરવામાં આવ્યો છે. ભાડામાં એક સ્કૂલ વાનમાં પ્રતિ એક કિમીદીઠ 200 અને સ્કૂલ રિક્ષામાં કિમીદીઠ 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
  • સ્કૂલ વરધી એસોસિયેશન દ્વારા ડર ત્રણ વર્ષે સ્કૂલ-વાન અને રિક્ષાના ભાડાંમાં વધારો કરવામાં આવ્યો છે. છેલ્લે આ વધારો 2021 ના વર્ષે કરવામાં આવ્યો હતો , છેલા ત્રણ વર્ષમાં કોઈ જ વધારો કરવામાં નથી આવ્યો. આ ત્રણ વર્ષમાં પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવમાં વધારો થયો છે અને તેમ છતાં રિક્ષા કે સ્કૂલ-વાનના ભાડામાં વધારો કરવામાં નથી આવ્યો.

સ્કૂલ વાન ભાડા વધારો

1 કિમી સુધી જૂનું ભાડું 1000 હવે નવું ભાડું 12002 કિમી , જૂનું ભાડું 1200 હવે નવું ભાડું 14003 કિમી ,જૂનું ભાડું 1400 હવે નવું ભાડું 16004 કિમી, જૂનું ભાડું 1600 હવે નવું ભાડું 18005 કિમી, જૂની ભાડું 1800 હવે નવું ભાડું 2000

આ પણ વાંંચો: Google Pay: હવે તમે Google Pay પર 5 લાખ રૂપિયા સુધીની તાત્કાલીક લોન લઈ શકો છો,આ રીતે કરો અરજી

સ્કૂલ રીક્ષા ભાડા વધારો

1 કિમી – જૂનું ભાડું 650 હવે નવું ભાડું 7502 કિમી, જૂનું ભાડું 750 હવે નવું ભાડું 8503 કિમી , જૂનું ભાડું 850 હવે નવું ભાડું 9504 કિમી , જૂનું ભાડું 950 હવે નવું ભાડું 10505 કિમી , જૂનું ભાડું 1050 હવે નવું ભાડું 1150

આ પણ વાંંચો: Pandit Din Dayal Upadhyay Awas Yojana 2024: પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ મેળવો રૂ.1 લાખ 20 હજારની સહાય, ઓનલાઇન ફોર્મ ભરવાનુંં ચાલુ અત્યારેજ કરો અરજી

છેલ્લે 2021માં ભાડામાં વધારો કરવામાં આવ્યો

  • સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા સ્કૂલ વેન અને રીક્ષાના ભાડામાં 20 ટકા જેટલો ભાડા વધારો કર્યો છે. સ્કૂલ વર્ધી એસોસિયેશનની કારોબારીની બેઠક યોજાઈ હતી તેમાં આ ભાડા વધારાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદમાં 15,000 અને રાજ્યભરમાં 50,000 થી વધુ સ્કૂલ વેન અને રીક્ષા દોડી રહી છે. તેવામાં નવા શૈક્ષણિક સત્રથી આ ભાવ વધારો અમલીકરણ કરી દેવામાં આવશે.
  • સ્કૂલ વાનમાં એક કિમી દીઠ 200 અને સ્કૂલ રીક્ષામાં કિમી દીઠ 100 રૂપિયા ભાડા વધારાનો નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લે 2021માં ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો ત્યારે હવે ફરી ત્રણ વર્ષે ભાવ વધારો કરવામાં આવ્યો છે.

નોંધઃ આવી નવી તમામ ઉપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ GSEBGUJARAT.IN પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!