GSSSB Exam prelims exam: GSSSBએ લીધેલી વર્ગ 3ની પ્રાથમિક પરીક્ષાના પરિણામ આ તારીખે થશે જાહેર

GSSSB Exam prelims exam: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ એ હસમુખભાઈ પટેલ આઇપીએસ છે. તેમણે આ પરીક્ષા બાબતે ટ્વીટ કરી જણાવી છે કે, “ જા.ક્ર. 212/202324 CCE માં હાજર રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી રિફંડ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

GSSSB Exam prelims exam

નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યમાં ગૌસેવા પસંદગી મંડળ દ્વારા અત્યારે CCE એ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જે પૂર્ણ થાય છે. અને આ ભરતીમાં વર્ગ- 3ના કુલ 5554 ખાલી જગ્યાઓ માટે લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી છે. અને આ પરીક્ષા આપ્યા બાદ ઉમેદવારો પોતાની ફી રિફંડ ક્યારે થશે તેની રાહ જોઈ રહ્યા છે. તેમના માટે એક મહત્વની અપડેટ આવી છે આજના આ લેખમાં અમે તમને તેના વિશે જણાવીશું.

GSSSB Class 3 Preliminary Result

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યના વર્ગ 3 ની 5554 જગ્યાઓ માટે 3.40 લાખ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. અલગ અલગ 21 કેડરની 5554 જગ્યાઓ માટે ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા લેવાઈ હતી.

GSSSB સચિવશ્રી હસમુખ પટેલે જણાવ્યું

આ ભરતીમાં 5 લાખ 819 ઉમેદવાર જેમાંથી 3.40 લાખ(66 ટકા)ઉમેદવારોએ પ્રાથમિક પરીક્ષા આપી છે.જે ઉમેદવારોએ પરીક્ષા આપી છે તેમને ફી રિફંડની કામગીરી શરૂ થઈ ગઈ છે.. ગ્રુપ B ની 30 સપ્ટેમ્બર સુધીમાં મુખ્ય પરીક્ષા માટે આયોજન છે. ગ્રુપ A ની મુખ્ય પરીક્ષા ઓકટોબર માસમાં યોજવા માટે આયોજન છે. ગ્રુપ A ની 1926 જગ્યાઓ માટે 13,482 ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપશે. ગ્રુપ B ની 3628 જગ્યાઓ માટે 25,396 હજારથી વધુ ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપશે.

ઉમેદવારોને પરીક્ષા ફી રિફંડ કરવાની કામગીરી શરૂ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ એ હસમુખભાઈ પટેલ આઇપીએસ છે. તેમણે આ પરીક્ષા બાબતે ટ્વીટ કરી જણાવી છે કે, “ જા.ક્ર. 212/202324 CCE માં હાજર રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી રિફંડ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. CCEમાં હાજર રહેલા ઉમેદવારોના જે બેંક એકાઉન્ટ માંથી પરીક્ષા ફી મળી હતી, તે બેંક એકાઉન્ટમાં ઇપેમેન્ટ દ્વારા મોડામાં મોડું 20જૂન, 2024 સુધીમાં ફી રિફંડ થઈ જશે”

આ તારીખે જાહેર થશે વર્ગ ૩ ની પરીક્ષા નું પરિણામ

ગ્રુપ A અને ગ્રુપ B માટેની સયુંકત પ્રિલિમ પરીક્ષાઓ 20મેનાં રોજ પૂર્ણ થઈ હતી. 1 એપ્રિલથી 20મે સુધી 19 દિવસોમાં 71 શિફ્ટમાં પરીક્ષા લેવાઈ હતી. 30 જૂન આસપાસ GSSSB પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેર કરાશે. પરિણામ બાદ મેરીટમાં આવનાર ઉમેદવારોની મુખ્ય પરીક્ષાનું આયોજન કરાશે.

ગ્રૂપ બીની પરીક્ષા સપ્ટેમ્બરમાં યોજાશે

ગ્રૂપ બીની પરીક્ષા સપ્ટેમ્બરમાં યોજવાનુ આયોજન કરવામાં આવ્યું છે. જે 30 જૂન સુધી કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ગ્રૂપ બી અને ગૃપ એનો સિલેબસ વેબસાઈટ પર મુકાયો છે તેમજ મેરીટ બનાવી પરિણામની જાહેરાત જૂલાઈમાં કરવામાં આવશે. ગ્રૂપ એમાં 1926 જગ્યાઓ સામે સાત ગણા એટલે કે 13482 ઉમેદવારોને મેરીટમાં સમાવાશે કરાશે. જ્યારે ગ્રૂપ બીમાં 3628 જગ્યા સામે 25396થી વધુ ઉમેદવારોને મેરીટમાં સમાવાશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!