Gujarat cyclone: રાજ્યમાં આગામી 72 કલાક અતિભારે ! આ જિલ્લાઓમાં ભારે પવન સાથે માવઠાની આગાહી

Gujarat cyclone: હવામાન વિભાગે વાવાઝોડાને લઈને એક આગાહી કરી છે. દેશ પર ખતરનાક વાવાઝોડાનો ખતરો તોળાઇ છે. બંગાળની ખાડીમાં મોટી હલચલ શરૂ થઇ છે. આગામી 72 કલાક ખૂબ જ ચિંતાજનક છે.

Gujarat cyclone રાજ્યમાં આગામી 72 કલાક અતિભારે

Gujarat cyclone રાજ્યમાં અત્યારે મૌસમે મિજાજ બદલ્યો છે. એક તરફ સૂર્યનારાયણ આકારા તાપે તપી રહ્યા છે. તો બીજી તરફ વિવિધ સિસ્ટમના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદી આફતથી તબાહી વહોરી છે.હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4 દિવસ હીટવેવની આગાહી કરી છે. ત્યાં હવામાન વિભાગની વધુ એક આગાહી અનુસાર ગુજરાત પર વધુ એક સંકટ તોળાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં વાવાઝોડાના એંધાણ છે. જેની અસર ગુજરાત(Gujarat cyclone) પર થઈ શકે છે.

હવામાન વિભાગે આગાહી

હવામાન વિભાગે(IMD) બંગાળની ખાડીમાં વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી છે. 5 દિવસ પછી બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોર્મની શક્યતા છે. બંગાળની ખાડીમાં 22 મેએ લો પ્રેશર સર્જાઈ શકે છે. આ લો પ્રેશર 24 મેએ ડીપ્રેશનમાં ફેરવાઈ શકે છે. ડીપ્રેશનની અસર ગુજરાત અને મહારાષ્ટ્રના અમુક ભાગોમાં થઈ શકે છે. જો કે આગામી 27 મે આસપાસ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે.

અંબાલાલ પટેલે કહ્યું

અંબાલાલ પટેલે કહ્યું કે, 27 મેથી 5 જૂન 2024 પછી હવામાનમાં એકાએક પલટો આવશે. વાવાઝોડાના કારણે ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત અરબ સાગરમાં 12 જૂને એક વાવાઝોડું સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!