Namo Sarasvati Yojana 2024: નમો સરસ્વતી સ્કોલરશીપ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ

Namo Sarasvati Yojana 2024: ગુજરાતનો શિક્ષણ વિભાગ નમો સરસ્વતી શિષ્યવૃત્તિ યોજનાનો પ્રથમ હપ્તો 27 જૂનના રોજ વિતરિત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

Namo Sarasvati Yojana 2024

શિક્ષણ વિભાગ દ્વારા Namo Sarasvati Yojana જાહેરાત કરવામાં આવ્યા બાદ હવે આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રથમ હપ્તાની ચુકવણી માટેનો નિર્ણય કર્યો હોવાનું માહતી મળી રહી છે. રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં શિક્ષણ વિભાગની બેઠક મળી હતી. જેમાં આ બંને યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને રૂ. 85 કરોડનો પ્રથમ હપ્તો 27 જૂનના રોજ ચુકવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 27 જૂનના રોજથી પ્રવેશોત્સવ હાથ ધરવામાં આવનાર હોવાથી પ્રથમ દિવસે જ હપ્તાની ચુકવણીનું આયોજન કરાયું છે. આ માટે સોમવારથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

યોજના નું નામગુજરાત નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના.(Namo Sarasvati Yojana)
શરૂ થયેલ વર્ષ૨૦૨૪.
લાભો૨ વર્ષ માટે રૂ.૨૫૦૦૦/- ની શિષ્યવૃત્તિ.
11મા ધોરણમાં રૂ. 10,000/-.
12મા ધોરણમાં રૂ. 15,000/-.
લાભાર્થીઓધોરણ 11 અને ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ.
નોડલ વિભાગશિક્ષણ વિભાગ,ગુજરાત સરકાર.
અરજી પ્રક્રિયાઓનલાઇન

નમો સરસ્વતી યોજનામાં મળતા લાભ

Namo Sarasvati Yojana રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના અંતર્ગત રાજ્યની 10 લાખ વિદ્યાર્થિનીઓ અને ધોરણ 11-12 સાયન્સનાં 2.50 લાખ જેટલા વિદ્યાર્થીઓને 27 જૂનના રોજ પ્રથમ હપ્તાના રૂ. 85 કરોડની ચુકવણી કરવામાં આવશે. 27 જૂનના રોજ પ્રવેશોત્સવનું આયોજન કરાયું છે. તેના પ્રથમ દિવસે જ બંને યોજનાના પ્રથમ હપ્તાની ચુકવણી પણ કરી દેવાશે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં શિક્ષણ વિભાગની બેઠક મળી હતી. જેમાં આ અંગે નિર્ણય લેવાયો છે.

નમો સરસ્વતી યોજના માટે પાત્રતા

Namo Sarasvati નમો સરસ્વતી યોજનામાં પ્રતિ વર્ષ આર્થિક સહાયતા એટલે કે શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવશે કે જે વિદ્યાર્થીઓ નીચેની પાત્રતા ધરાવે છે.-

  • અરજદાર વિદ્યાર્થી ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
  • અરજી કરનાર લાભાર્થી વિદ્યાર્થી ગરીબી રેખા નીચે અથવા મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતો હોવો જોઈએ.
  • અરજી કરનાર વિદ્યાર્થીની પરિવારની વાર્ષિક આવક રૂપિયા 2 લાખથી ઓછી હોવી જોઈએ.
  • વિદ્યાર્થીના ધોરણ 10 માં ઓછામાં ઓછા 50% ગુણ મેળવેલા હોવા જોઈએ.
  • લાભ લેનાર વિદ્યાર્થી ધોરણ 11 અથવા 12 માં અભ્યાસ કરતો હોવો જોઈએ.
  • તે વિદ્યાર્થી વિજ્ઞાન વિષયમાં અભ્યાસ કરતો હોવો જોઈએ તો જ તે સ્કોલરશીપ માટે પાત્ર છે.

નમો સરસ્વતી યોજના માટે જરૂરી દસ્તાવેજ

આ યોજનાનો લાભ લેવા અરજી કરવા નીચે મુજબના દસ્તાવેજો ની જરૂર પડશે –

  • વિદ્યાર્થીનું આધાર કાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • જાતિનું પ્રમાણપત્ર
  • વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
  • બેંક પાસબુક
  • મોબાઈલ નંબર
  • 10મા ધોરણની માર્કશીટ
  • માતા પિતા નું આધાર કાર્ડ
  • અન્ય જરૂરી દસ્તાવેજ

નમો સરસ્વતી યોજના અરજી કરવા માટેની પ્રક્રિયા

  • નમો સરસ્વતી યોજનાનો લાભ લેવા માટે તમારે ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • અરજી કરવા સૌપ્રથમ તમારે ગુજરાત રાજ્ય સરકારની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • હવે તમારી સામે વેબસાઈટનું હોમ પેજ ખુલશે જેમાં નમો સરસ્વતી યોજનાનો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો.
  • ક્લિક કર્યા પછી તમારી સામે આ યોજનાનું એપ્લિકેશન ફોર્મ ખૂલી જશે.
  • હવે આ એપ્લિકેશન ફોર્મમાં તમારે પૂછવામાં આવેલી તમામ માહિતી જેમકે વિદ્યાર્થીનું નામ, તેનો મોબાઈલ નંબર, જિલ્લો, વિદ્યાર્થી કયા ધોરણમાં છે વગેરે ધ્યાનપૂર્વક સારી રીતે ભરવાની રહેશે.
  • તમામ માહિતી ભરાઈ ગયા પછી એકવાર ફરીથી એપ્લિકેશન ફોર્મ ચેક કરી તેમાં કોઈ ભૂલ ના હોય તો સબમીટ બટન પર ક્લિક કરો.
  • તમે આ એપ્લિકેશન ફોર્મ ની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી શકો છો.
  • નોંધ:- અત્યારે સરકાર દ્વારા આ યોજનામાં અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટ લોન્ચ કરવામાં આવેલી નથી પરંતુ જ્યારે પણ લોન્ચ કરવામાં આવશે ત્યારે તમે ઉપરની પ્રક્રિયાનું શરીરને અરજી કરી શકો છો.
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!