Namo Shri Yojana: નમો શ્રી યોજના સગર્ભા સ્ત્રીઓ ને મળશે 12,000 ની સહાય

Namo Shri Yojana Gujarat 2024: ગુજરાતના મુખ્યમંત્રીએ 02 ફેબ્રુઆરી 2024ના રોજ Namo Shri Yojana Gujarat 2024 ની જાહેરાત કરી હતી. અને વર્ષ 2024-25 માટે રૂ. 750 કરોડનું બજેટ પસાર કર્યું હતું. આ યોજના હેઠળ, ગર્ભવતી મહિલાઓને બાળકના પોષણ માટે આર્થિક સહાય મળશે.

Namo Shri Yojana Gujarat 2024

નમો શ્રી યોજના સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓ માટે છે. જે અંતર્ગત સરકાર 12 હજાર રૂપિયાની સહાય કરે છે. શું તમે જાણો છો કે આ યોજનાનો લાભ કેવી રીતે મળે છે? કેવી રીતે અરજી કરવાની હોય છે? ચાલો જાણીએ કે કઈ રીતે તમે આ યોજનાનો લાભ મેળવી શકશો. જો તમે પણ સરકારની આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો જાણો આ ખાસ વાતો.

નમો શ્રી યોજના શું છે?

ગુજરાતમાં મહિલાઓ માટે Namo Shri Yojana યોજના શરૂ કરવામાં આવી છે, ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાતમાં સગર્ભા મહિલા અને ધાત્રી માતાઓ માટે આર્થિક સહાય પુરી પાડવા માટે નમો શ્રી યોજનાની જાહેરાત કરવામાં આવી છે.

આ યોજના હેઠળ સગર્ભા મહિલા અને ધાવણ કરાવતીમહિલા માટે 12000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે અને આ સહાયનો મુખ્ય હેતુ છે સગલગામ બહેનો અને માતાઓને સ્વાસ્થ્ય સારું રહે અને તેમના બાળકોનું પણ પોષણ સારી રીતે થઈ શકે આ માટે ગુજરાત સરકાર દ્વારા કુલ આરોગ્ય વિભાગમાં 21000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અને આરોગ્યને લગતી ઘણી બધી યોજનાઓ પણ શરૂ કરવામાં આવી છે.

યોજનાનું નામNamo Shri Yojana
કોના દ્વારા શરૂ કરવામાં આવી?ગુજરાતના CM ભુપેન્દ્ર પટેલ દ્વારા
યોજના શરૂ કરવામાં આવી1 એપ્રિલ, 2024 ના દિવસથી
રાજ્યગુજરાત
વિભાગઆરોગ્ય વિભાગ
યોજનાનું બજેટ750 કરોડ રૂપિયા
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન અથવા ઓફલાઈન
Official Websitehttps://gsebgujarat.in/namo-shri-yojana-gujarat-2024/

નમો શ્રી યોજનાનો ઉદ્દેશ્ય

દર વર્ષે ભારતમાં લાખો બાળકો પોષણ ન મળવાના લીધે મૃત્યુ પામે છે અને મૃત્યુદર દર વર્ષે વધતો જાય છે, આ માટે ગુજરાત સરકાર દ્વારા એક નવું પગલું લેવામાં આવ્યું છે.નવજાત બાળકો કુપોષણના લીધેમુર્ત્યું ન પામે અને માતાઓને પણ પૂરતું પોષણ મળી રહે તે માટે નમોશ્રી યોજના શરૂ કરવાનો મુખ્ય હેતુ હતો. ગુજરાત સરકાર દ્વારા 2024 માં યોજના શરૂ કરવામાં આવી.

પાત્રતા

  • આ યોજનાનો લાભ માત્ર ગર્ભવતી મહિલા અને ધાવણ માતાઓને જ મળશે
  • આ યોજનાનો લાભ માત્ર ગુજરાતના રહેવાસીઓને જ મળશે
  • BPL રેશન કાર્ડ ધારક મહિલા.
  • PMJAY કાર્ડ (આયુષમાન ભારત કાર્ડ ) ધારક મહિલા.
  • ઈ શ્રમ કાર્ડ ધારક મહિલા.
  • કિશાન સન્માન નિધી હેઠળ ના મહિલા.
  • મનરેગા જોબ કાર્ડ ધારક મહિલા.
  • ૮ લાખ કરતાં ઓછી કૌટુંબિક આવક ધરાવતા મહિલા.
  • AWW/AWH/ASHA ( આંગણ વાડી વર્કર / આંગણ વાડી હેલ્પર / આશા )
  • કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કોઇપણ અન્ય શ્રેણી માં આવતા.
  • NFSA રેશન કાર્ડ ધારક મહિલા. ( રેશન કાર્ડ માં રેશન મળતું હોય તેવા કાર્ડ ધારક )
  • જે મહિલા એસસી, એસટી, એનએફએસએફ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થી હશે તેમને જ આ યોજનાનો લાભ મળશે
  • અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ ( sc / st )
  • જે મહિલાઓ આંશિક રીતે (૪૦%) અથવા સંપૂર્ણ વિકલાંગ હોય

નમો શ્રી યોજનામાં સહાય કેટલી મળશે

સગર્ભા / ધાવણ આપતી માતા ને પ્રસુતિ પહેલા અને પ્રસુતિ પછી કુલ મળી ને રૂ. 12000/- હજાર ની સહાય લાભાર્થી મહિલા ના બેન્ક ખાતા માં આપવામાં આવે છે .

હપ્તાની સંખ્યાક્યારે મળશેપ્રથમ પ્રસુતિદ્રિતીય પ્રસુતિ (દીકરી)
પહેલો ઇન્સ્ટોલમેન્ટનમો શ્રી મહિલા સગર્ભાવસ્થા ની નોંધણી કરાવે ત્યારે2000 રૂપિયા2000 રૂપિયા
બીજો ઇન્સ્ટોલમેન્ટસગર્ભાવસ્થા ના 6 મહિના થશે ત્યારે2000 રૂપિયા3000 રૂપિયા
ત્રીજો ઇન્સ્ટોલમેન્ટડિલિવરી થશે ત્યારે2000 રૂપિયા00 રૂપિયા
ચોથો ઇન્સ્ટોલમેન્ટનવજાત શિશુ ને પહેલી વેક્સિન લગાવવામાં આવશે ત્યારે00 રૂપિયા1000 રૂપિયા
પાંચમો ઇન્સ્ટોલમેન્ટજ્યારે મહિલા પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના માટે પાત્ર થશે ત્યારે3000 રૂપિયા (નોંધણીથી 6 માસમાં), 2000 રૂપિયા (રસીકરણ પછી)6000 રૂપિયા પ્રસુતિ વખતે
ટોટલ12,000 રૂપિયા12000 રૂપિયા

નમો યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટસ

  • અરજદારનું આધારકાર્ડ
  • માતાઓ માટે નવજાત શિશુનું જન્મ પ્રમાણપત્ર
  • જાતિનું પ્રમાણપત્ર
  • અરજદારની બેંક ખાતાની ડિટેલ્સ
  • સગર્ભા હોવા માટેનું પ્રુફ (Hospital Documents)
  • અરજદાર નો મોબાઇલ નંબર
  • અરજદાર નો ફોટો

Namo Shri Yojana 2024 Status Check

  • સૌ પ્રથમ તમે Namo Shri યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  • હવે સ્ક્રીન પર એક હોમ પેજ દેખાશે.
  • પછી top bar પર ઉપલબ્ધ સ્ટેટસ વિકલ્પ પર ક્લિક કરો.
  • પછી તમારું application ID અથવા મોબાઇલ નંબર દાખલ કરો.
  • check status ના વિકલ્પ પર ક્લિક કરો.
  • તમારી અરજીની સ્થિતિ સ્ક્રીન પર દેખાશે

નમો શ્રી યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા

  • સૌપ્રથમ તમારે ગુજરાતને નમોશ્રી યોજના ની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું છે વેબસાઈટ હજી ઉપલબ્ધ થઈ નથી ટૂંક સમય ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવશે
  • હવે હોમ પેજ વાર નમોશ્રી યોજના પર ક્લિક કરો ત્યાર પછી એપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરો
  • હવે એક નવું ફોર્મ ખુલશે જેમાં તમારે તમારી બધી વિગત નાખીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે
  • પછી તમને માંગેલા દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે અને અપલોડ કર્યા પછી એકવાર તમારી વિગત ચકાસી લેવી
  • પછી સબમિટ બટન પર ક્લિક કરો
  • હવે તમારું Namo shri yojana ગુજરાત 2024 નું એપ્લિકેશન ફોર્મ ભરાઈ ગયું છે અને એપ્લિકેશન ફોર્મ સાચવીને રાખવી

Namo Shri Yojana Important Links

સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો

Namo Shri Yojana Helpline Number – હેલ્પલાઈન નંબર

  • મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઇટ પર સૂચિબદ્ધ ટોલ-ફ્રી હોટલાઇન પર વિગતો આપી રહ્યા છીએ, જ્યાં તમે તેમને કૉલ કરીને પ્રોગ્રામ સંબંધિત વધુ માહિતી મેળવી શકો છો.
  • Helpline No:- 079-232-57942
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!