PM Kusum Yojana 2024: આ યોજના હેઠળ મળશે ખેડૂતોને સોલર પંપ,અહીં જાણો તમામ માહિતી

PM Kusum Yojana 2024: નમસ્કાર ખેડૂત મિત્રો, શું તમે પણ ખેડૂત છો અને પીએમ કુસુમ સોલર પંપ યોજના 2024 નો લાભ મેળવવા ઈચ્છો છો તો આજે અમે તમને PM Kusum Yojana 2024 વિશેની સંપૂર્ણ માહિતી પ્રદાન કરીશું, આ ઉપરાંત આ યોજના માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેમજ પાત્રતા માપદંડ જેવી માહિતી નીચે મુજબ છે.

PM Kusum Yojana 2024

કેન્દ્ર સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી PM Kusum Yojana 2024 મુજબ ભારતના દરેક રાજ્યના ખેડૂતને પીએમ કુસુમ સોલર પંપ યોજના દ્વારા શરુ કરવામાં આવેલ સૌર પંપ સ્થાપિત કરવા માટે સબસિડી સહાય પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત આ યોજના દેશના દરેક રાજ્યના ખેડૂતોને વીજ ઉત્પાદન માટે સૌર ઊર્જા સંચાલિત કૃષિ પંપ સ્થાપિત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

યોજનાપીએમ કુસુમ યોજના (PM Kusum Yojana 2024)
કેવી રીતે શરૂ કર્યુંકેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા
લાભાર્થીભારત દેશના દરેક રાજ્યના ખેડૂતો
મળતા લાભોસૌર પંપ સ્થાપિત કરવા માટે સબસિડી સહાય
સત્તાવાર વેબસાઇટhttps://pmkusum.mnre.gov.in/

પીએમ કુસુમ યોજના એપ્લિકેશન ફી

મેગા વોટઅરજી ફી
0.5 મેગા વોટ₹ 2500+ GST
1 મેગા વોટ₹5000 + GST
1.5 મેગા વોટ₹7500+ GST
2 મેગા વોટ₹10000+ GST

પીએમ કુસુમ સોલર પંપ યોજનાનો મુખ્ય હેતુ

કેન્દ્ર સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી પીએમ કુસુમ સોલર પંપ યોજના નો ઉદ્દેશ્ય ખેડૂતોમાં ખર્ચાળ સિચાઈ ઓછી કરવાનો છે, આ યોજના મુજબ ડીજલ પંપનો ઉપયોગ ઓછો કરી સોલાર પંપ અપનાવવા જેથી પર્યાવરણ નુકસાન અટકાય અને સિચાઈ ઓછી ખર્ચાળ બને.

  • ડીજલ પંપ બંદ કરી સૌર પંપ અપનાવવા
  • વીજ ઉત્પાદન માટે સૌર ઊર્જા સંચાલિત કૃષિ પંપ સ્થાપિત કરવા

પીએમ કુસુમ યોજના 2024 નો ઉદ્દેશ

મફત વીજળી પૂરી પાડવી:યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ્ય ખેડૂતોને મફત વીજળી આપવાનો છે. સિંચાઈના હેતુઓ માટે સૌર પેનલ્સની જોગવાઈ દ્વારા આ પ્રાપ્ત થાય છે. સૌર ઉર્જાનો ઉપયોગ કરીને, ખેડૂતો વીજળી માટે વધારાનો ખર્ચ કર્યા વિના તેમની સિંચાઈ પ્રણાલીને શક્તિ આપી શકે છે.

રીન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપવું: આ યોજના કૃષિ ક્ષેત્રમાં પુનઃપ્રાપ્ય ઊર્જા અપનાવવાને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસો સાથે સંરેખિત છે. સિંચાઈ માટે સૌર ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહિત કરીને, કુસુમ યોજના 2024 કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને ટકાઉ ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે ફાળો આપે છે.

કૃષિ ઉત્પાદકતામાં વધારો:ખેડૂતોને વિશ્વસનીય અને ખર્ચ-અસરકારક સિંચાઈ ઉકેલો પ્રદાન કરીને, કુસુમ યોજના 2024નો હેતુ કૃષિ ઉત્પાદકતા વધારવાનો છે. પાકની વૃદ્ધિ અને ઉપજના ઑપ્ટિમાઇઝેશન માટે પર્યાપ્ત સિંચાઈ નિર્ણાયક છે, આખરે ખેતીના ઉત્પાદન અને આવકમાં વધારો કરવામાં ફાળો આપે છે.

PM Kusum Yojana 2024 લાભાર્થીની પાત્રતા

  • ખેડૂતો માટે સૌર ઉર્જા સંચાલિત પંપ મેળવવા માટે નીચેની પત્રતાઓને અનુસરવી પડશે.
  • યોજના માટે અરજી કરનાર મૂળ ભારતનો વાતની હોવો જોઈએ.
  • દરેક ખેડૂત પાસે પોતાની જમીનની વિગત દર્શાવતું પ્રમાણપત્ર હોવું જોઈએ.
  • યોજનાનો લાભાર્થી જંગલ વિસ્તારનો રહેવાસી હોય તો તેનું પ્રમાણપત્ર.
  • લાભાર્થી સંયુક્ત ખાતેદાર હોય તો તે અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.

પીએમ કુસુમ યોજના હેઠળના લાભો

સૌર ઉર્જાનો ઉપયોગ કરવા માટે નાણાકીય સહાય મેળવો

  • ઓછા ખર્ચે સારી સિંચાઈ
  • વીજ પુરવઠો
  • પ્રદૂષણ નિયંત્રણ
  • આર્થિક સ્વતંત્રતા

PM Kusum Yojana 2024 જરૂરી દસ્તાવેજ

  • લાભાર્થીનું આધાર કાર્ડ
  • લાભાર્થીની બેંક એકાઉન્ટ પાસબુક
  • લાભાર્થીની જમીન દર્શાવતું પત્રક
  • લાભાર્થીનો મોબાઈલ નંબર
  • લાભાર્થીનું સરનામું પ્રૂફ
  • લાભાર્થીનો પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લાભાર્થીનો આવકનો દાખલો
  • લાભાર્થી સંયુક્ત ખાતેદાર હોય તો તે અંગેનું સંમતિ પત્રક

આ પણ વાંંચો PM Surya Ghar Yojana 2024:પીએમ સૂર્ય ઘર યોજના માં સબસિડી થી લઈને ઓનલાઇન રજિસ્ટ્રેશન સુધી,સંપૂર્ણ માહિતી

આ પણ વાંંચો:Ganvesh Sahay Yojana:યુનિફોર્મ સહાય યોજના હેઠળ વિદ્યાર્થીઓને રૂપિયા 900 ની સહાય મળશે.

પીએમ કુસુમ સોલર પંપ યોજના માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી?

  • આ યોજનાં સત્તાવાર પોર્ટલ ખોલશે.
  • ત્યાર બાદ, નવા અરજદારે પોતાનું નવું ખાતું બનાવી લોગીન કરવાનું રહેશે, લોગીન પ્રક્રિયામાં યુઝર આઈડી અને પાસવર્ડ મોબાઈલ પર SMS દ્વારા મોકલવામાં આવશે.
  • પોર્ટલમાં લોગીન કર્યા બાદ, Apply Online વિકલ્પ પર ક્લિક કરો.
  • હવે, નવું રજીસ્ટ્રેશન પેજ ખુલશે.
  • નવા ફોર્મ માં જણાવ્યા પ્રમાણે બધી જ માહિતી ભરવી.
  • ફોર્મ ભર્યા બાદ એક ચકાસણી કરી, Submit બટન પર ક્લિક કરવું.
  • એક વાર સબમિટ કર્યા બાદ, યુઝર આઈડી અને પાસવર્ડ મોબાઈલ પર SMS દ્વારા મોકલવામાં આવશે.
  • SMS મેળવ્યા બાદ તમે pm kusum યોજના નું સ્ટેટસ ચેક કરી શકો છો.

નોંધઃ આવી નવી તમામ ઉપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ GSEBGUJARAT.IN પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!