Purak Pariksha: ધોરણ 12 સાયન્સની પૂરક પરીક્ષાના ફોર્મ ભરાવાના આજે અંતિમ દિવસ

Purak Pariksha: ધોરણ 12 સાયન્સની પૂરક પરીક્ષાના ફોર્મ ભરાવાના પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફક્ત ઓનલાઇન માધ્યમથી જ કરવાની રહેશે. આજે સાંજના પાંચ વાગ્યા સુધી વિદ્યાર્થીઓ પુરક પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરી શકે છે

Purak Pariksha ધોરણ 12 સાયન્સની

ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. જે વિદ્યાર્થીઓ પોતાના પરિણામને સુધારવા માંગે છે તેવા વિદ્યાર્થીઓ પુરક પરીક્ષા આપી પોતાનું પરિણામ સુધારી શકે છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 2 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા માટે આજથી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. 15 મે થી 22 મે સુધી ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ ઓનલાઇન ફોર્મ ભરી શકશે. 2 વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં ભાગ લઇ શકશે.

પૂરક પરીક્ષાના ફોર્મ ભરાવાના આજે અંતિમ દિવસ

આજે સાંજના પાંચ વાગ્યા સુધી વિદ્યાર્થીઓ Purak Pariksha માટે ઓનલાઈન ફોર્મ ભરી શકે છેપૂરક પરીક્ષા માટેનું આવેદન શાળાઓએ બોર્ડની વેબસાઇટ www.gseb.org. અથવા https://hscscipurakreg.gseb.org પરથી ઓનલાઈન કરવાનું રહેશે. આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફક્ત ઓનલાઇન માધ્યમથી જ કરવાની રહેશે. આવેદનપત્ર રૂબરૂ કે ટપાલ દ્વારા સ્વિકારવાની પદ્ધતિ અમલમાં નથી. જેથી વિદ્યાર્થીઓની યાદી બોર્ડને મોકલવાની રહેતી નથી.

પૂરક પરીક્ષાના ફી ભરવાની અંતિમ તારીખ

પરીક્ષા માટેનું (Purak Pariksha)આવેદન તથા ફી ભરવાની અંતિમ તારીખ. ૨૧/૦૫/૨૦૨૪ છે. કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રીએ પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ આપેલ છે. તેથી કન્યા ઉમેદવારો અને દિવ્યાંગ ઉમેદવારો પાસેથી પરીક્ષા ફી લેવાની રહેતી નથી. પરંતુ પૂરક પરીક્ષા- ૨૦૨૪ માટે કન્યા ઉમેદવાર કે દિવ્યાંગ ઉમેદવાર જે વિષય/વિષયોમાં પરીક્ષા આપવા ઇચ્છુક હોય તો તે વિષય/વિષયો માટેનું આવેદન ઓનલાઇન સબમીટ કરી રજીસ્‍ટ્રેશન કરવું ફરજીયાત છે. કન્યા કે દિવ્યાંગ ઉમેદવારના સીટ નંબરની સામે ટીકમાર્ક કરી રજીસ્‍ટ્રેશન કરવું. વિદ્યાર્થીના સીટ નંબરની સામે ટીકમાર્ક ન કરેલ હોય તેવા કિસ્સામાં કન્યા ઉમેદવાર કે દિવ્યાંગ ઉમેદવાર પુરક પરીક્ષામાં ઉપસ્થિત થઇ શકશે નહી.

ધોરણ-12ના સામાન્ય પ્રવાહનું 91.93 ટકા રિઝલ્ટ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે અને આ વખતે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ જાહેર થયું છે. જોકે આ પરીક્ષાના પરિણામમાં વિદ્યાર્થીઓ એક કે તેથી વધુ વિષયમાં ગેરહાજર રહ્યા હોય કે પછી એક કે તેથી વધુ વિષયમાં નાપાસ થયા હોય તેઓ માટે માર્કશીટમાં સુધારણાને અવકાશ છે. જે વિદ્યાર્થીઓ પુરક પરીક્ષા આપવા ઈચ્છતા હોય તે વિદ્યાર્થીઓ વર્ષ 2024ની પુરક પરીક્ષા આપી શકે છે. પોતાના પરિણામને સુધારવા ઈચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓ પણ ધોરણ 12 સાયન્સની ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા પૂરક 2024 આપી શકે છે. પુરક પરીક્ષાનુ ફોર્મ ઓનલાઈન ભરી શકાશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!