Schools Big news: શાળાઓએ ફક્ત તે શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ કરી શકે છે જે તેમની માન્યતા મુજબ નિયત શૈક્ષણિક સત્તામંડળ દ્વારા મંજૂર કરવામાં આવી હોય.
Schools Big news
ગુજરાત સરકારે ખાનગી શાળાઓમાં ખાનગી પ્રકાશનોના પુસ્તકોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય મુજબ, રાજ્યની તમામ ખાનગી શાળાઓએ હવે NCERT અથવા GCERT દ્વારા મંજૂર કરાયેલા પુસ્તકોનો જ ઉપયોગ કરવો પડશે. આ ઠરાવનો મુખ્ય હેતુ શિક્ષણ ખર્ચમાં ઘટાડો કરવાનો અને શૈક્ષણિક સામગ્રીમાં એકરૂપતા લાવવાનો છે.
સીબીએસઈ બોર્ડ અને રાજ્યના અન્ય માન્ય બોર્ડ સાથે સંકળાયેલી તમામ ખાનગી Schools ઓને લાગુ પડે છે. NCERT અને GCERT દ્વારા પ્રકાશિત પુસ્તકો ઉપરાંત, CBSE દ્વારા મંજૂર કરાયેલા પુસ્તકોનો પણ ઉપયોગ સીબીએસઈ શાળાઓમાં થઈ શકશે. જો કોઈ શાળા આ ઠરાવનું પાલન કરવામાં નિષ્ફળ જાય, તો તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય છે.
શિક્ષણ વિભાગ ઠરાવ
શિક્ષણ વિભાગે કરેલા ઠરાવની જોગવાઈઓ મુજબ આરટીઈ એક્ટ ૨૦૦૯ની કલમ ૨ હેઠળ વ્યાખ્યાયિત તમામ કેન્દ્રિય Schools ઓ કે સીબીએસઈ સ્કૂલોએ એનસીઈઆરટી અથવા એસસીઈઆરટી ના અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પ્રક્રિયાને અનુસરવાની રહેશે. જે તે શાળાની માન્યતાની શરતો મુજબ જે અભ્યાસક્રમ ચાલતો હોય તે શાળાઓ માટે નિયત થયેલ શૈક્ષણિક સતામંડળ દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલ હોય તેવી પ્રિન્ટેડ સામગ્રીનો જ ઉપયોગ કરવાનો રહેશે. માન્યતા વગરના પાઠય પુસ્તકો કે પુસ્તકો તેમજ માર્ગદર્શિકા અને સ્વાધ્યાય પોથી તથા નિબંધમાળા વગેરે સહિતની પ્રિન્ટેડ સામગ્રીનો ઉપયોગ નહીં કરી શકાય. એકેડેમિક ઓથોરિટી દ્વારા અધિકૃત કરવામા આવેલ શૈક્ષણિક સત્તાધિકારી દ્વારા મંજૂર થયેલ સાહિત્ય જ શાળાઓએ ફરજીયાત વાપરવાનું રહેશે. પ્રાથમિક સ્કૂલોમાં એવુ કોઈ પણ સાહિત્ય નહીં વાપરી શકાય કે જે શૈક્ષણિક સત્તાધિકારી મંજૂર થયેલ ન હોય.
GSEB Purak Pariksha: ધો.10-12 બોર્ડની પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે,ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર
NCERT કે GCERT સિવાયના ખાનગી પુસ્તકો નહીં ભણાવી શકે
રાજ્ય સરકાર દ્વારા મંજૂરી ન મળેલા કોઈપણ ખાનગી પ્રકાશનોના પુસ્તકો, જેમ કે ગાઈડ, સ્વાધ્યાયપોથી, નકશાપોથી, પ્રયોગપોથી, નિબંધમાળા વગેરે, શાળાઓમાં ઉપયોગમાં લેવાની મંજૂરી નથી. માત્ર કેન્દ્ર સરકાર (એનસીઈઆરટી) અથ઼વા રાજ્ય સરકાર (જીસીઈઆરટી) દ્વારા માન્યતા પ્રાપ્ત પુસ્તકો જ શાળાઓમાં વાપરી શકાશે. બાળકોને આ માન્ય પુસ્તકો સિવાયના પુસ્તકો ખરીદવા માટે દબાણ કરવામાં આવશે નહીં, અને તેમની સાથે ભેદભાવ કે ત્રાસ આપવામાં આવશે નહીં. આ ઠરાવનો ઉલ્લંઘન કરનાર શાળા સામે જુવેનાઈલ એક્ટ ૨૦૧૫ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ ઠરાવનું પાલન કરાવવા માટે શિક્ષણ નિયામક અને જિલ્લા તાલુકા શૈક્ષણિક અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. શાળાઓએ આ ઠરાવની જોગવાઈઓ તેમની વેબસાઈટ અને નોટિસ બોર્ડ પર મૂકવાની રહેશે. વાલીઓને આ ઠરાવની જાણ થાય તે માટે પગલાં લેવામાં આવશે.