weather news: ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી ચાર જિલ્લામાં ઑરેન્જ, સાતમાં યલો ઍલર્ટ

weather news: ગુજરાતમાં ચોમાસાનો વરસાદ શરૂ થઇ ગયો છે, છેલ્લા ચાર-પાંચ દિવસથી ગુજરાતમાં ઠેકઠેકાણે વરસાદ વરસી રહ્યો છે, ઉત્તરથી લઇને દક્ષિણ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી લઇને ભારે વરસાદ પડી રહ્યો છે

weather news હવામાન વિભાગના જણાવ્યા અનુસાર

ગુજરાતમાં ચોમાસાનો વરસાદ શરૂ થઇ ગયો છે, છેલ્લા ચાર-પાંચ દિવસથી ગુજરાતમાં ઠેકઠેકાણે વરસાદ વરસી રહ્યો છે, ઉત્તરથી લઇને દક્ષિણ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી લઇને ભારે વરસાદ પડી રહ્યો છે. હવે આ કડીમાં વધુ એક મોટુ અપડેટ સામે આવ્યુ છે, આગામી 3 કલાકમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 3 કલાકમાં ગુજરાતમાં 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નર્મદા , ભરૂચ , સુરત , ડાંગ , નવસારી , દમણ , દાદરા નગર હવેલી અને તાપીમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા અહીં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

સાતમાં જિલ્લામાં યલો એલર્ટ

અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુરમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે અહીં યલો એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીના પગલે આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.

રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 22.62 ટકા વરસાદ વરસી

રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 22.62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 30.21 ટકા વરસાદ વરસ્યો છે. તો કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં 25.63 ટકા વરસાદ પડ્યો છે.

ઉતર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 15.66 ટકા

સિઝનનો અત્યાર સુધીમાં બનાસકાંઠામાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે. બનાસકાંઠામાં 8 ઇંચ વરસાદ પડ્યો છે. તો લાખણી તાલુકામાં સૌથી વધુ 4 કલાકમાં જ 8 ઇંચ વરસાદ પડતા ખાબકતા જનજીવન ખોરવાયું છે. ખેતરો તળાવ બની ગયા છે, તો રસ્તાઓ નદી બની ગયા છે. જેના કારણે લાખણી તાલુકાના લોકો મોટી મુશ્કેલીમાં ફસાયા છે.

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!