Cyclone Remal: ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચેતવણી આપી છે કે ચક્રવાત ‘રેમાલ’ 26 મેની સવાર સુધીમાં પૂર્વ મધ્ય બંગાળની ખાડી પર રચાય તેવી સંભાવના છે.
Cyclone Remal Update:2024
દેશમાં વાવાઝોડા સાથે વરસાદનું સંકટ… આજે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત સાથે પડશે વરસાદ.. 28 તારીખે ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. બંગાળ અને બાંગ્લાદેશ તરફ રેમલ આગળ વધી રહ્યું છે.
Cyclone Remal બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે.26 મધ્યરાત્રિની આસપાસ તે 120 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે અથડાશે. જેના કારણે બંગાળ અને ઉત્તર ઓડિશાના તટીય જિલ્લાઓમાં ભારે વરસાદ થશે. આ પ્રી-મોન્સુન સીઝનમાં બંગાળની ખાડીમાં સર્જાયેલું આ પ્રથમ ચક્રવાત છે. ઉત્તર હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતના નામકરણની સિસ્ટમ અનુસાર તેનું નામ રેમલ છે, જે ઓમાન દ્વારા આપવામાં આવ્યું છે. વાવાઝોડાને લઈને મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તથા રાહત અને બચાવ ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે.
હીટવેવ વચ્ચે વાવાઝોડાનો ખતરો
Remal દેશમાં વાવઝોડા સાથે ભારે વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં ચક્રવાત આગળ વધી રહ્યો છે. આજે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત બાદ ધોધમાર વરસાદ આવશે. આજથી 27 તારીખ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડશે. જેમાં આજે અરૂણાચલપ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમમાં વરસાદની આગાહી છે. જોકે, ચક્રવાતની અસરને પગલે 28 તારીખે ગુજરાત, મુંબઈમાં ભારે વરસાદ થવાની આગાહી છે. હવામાન વિભાગનું કહેવું છે કે સમગ્ર સપ્તાહ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. 25 મેના રોજ ઉત્તર અને દક્ષિણ 24 પરગણાના કેટલાક ભાગો, પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લા અને ઓડિશાના બાલાસોર જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. આ ભાગોમાં વાદળો 64.5 mm થી 115.5 mm સુધી વરસાદ વરસી શકે છે.
ગુજરાતમાં વાવઝોડા સાથે ભારે વરસાદનું સંકટ
Cyclone Remal દેશમાં વાવઝોડા સાથે ભારે વરસાદનું સંકટ ઘેરાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં ચક્રવાત આગળ વધી રહ્યું છે. જેને કારણે આજે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત બાદ વરસાદ થશે. 23થી 27 તારીખ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ થશે. આજે અરૂણાચલપ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમમાં વરસાદ પડશે. તો દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. ખાસ કરીને 28 તારીખે ગુજરાત, મુંબઈમાં ભારે વરસાદ થવાની આગાહી છે. આ વચ્ચે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની પણ આગાહી આવી છે.
અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી
Remal અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 26 મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે આંધી વંટોળની શક્યતા છે. રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. 26 મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. આ કારણે ચોમાસું પણ વહેલુ આવશે. 25થી 28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું આવવાની શક્યતા છે. અરબસાગરના ભેજના કારણે દેશ સહિત ગુજરાતમાં વરસાદ રહેશે. ગુજરાતમાં 7થી 14 જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા છે.
ક્યાં ક્યાં પડશે વરસાદ : હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પૂર્વ ઉત્તર પ્રદેશમાં વરસાદ પડી શકે છે. બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં પણ વરસાદની અપેક્ષા છે.