Godown Yojana Gujarat 2024: પાક સંગ્રહ ગોડાઉન બનાવવા માટે સહાય યોજના,ઓનલાઇન અરજી શરૂ થઇ ગઈ છે આ રીતે અરજી કરો

Godown Yojana Gujarat 2024: રાજ્યના દરેક વર્ગના ખેડૂતોને કૃષિ પેદાશોના સારા ઉત્પાદન મળવા છતાં કમોસમી વરસાદ, વાવાઝોડું, અતિવૃષ્ટી તેમજ અન્ય પરિબળોથી ઉત્પાદનની ગુણવત્તા પર માઠી અસર થાય છે તેમજ લાંબા સમય સુધી પાક સંગ્રહ માટેની જોઇ યોગ્ય વ્યવસ્થા ન હોવાના લીધે પાકનો બગાડ થાય છે.

Godown Yojana Gujarat 2024

ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના(Godown Yojana) ખેડૂતો માટે તેમના ઉત્પાદનને અસરકારક રીતે સુરક્ષિત રાખવા માટે એક મુખ્ય તક રજૂ કરે છે.પાક ઉત્પાદન બચાવવા માટે રાજ્યના ખેડૂતોને ખેત પેદાશોના સંગ્રહની સગવડ મળી રહે તો પાક ઉત્પાદનને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાય છે અને ખેડૂતોને સુરક્ષિત પાક સંગ્રહ ગોડાઉન ઉપલબ્ધ થવાથી ખેત પેદાશોની ગુણવત્તા જળવાઇ રહે અને યોગ્ય સમયે વેચાણ કરી શકશે, જેથી ખેડૂતોને આર્થિક ફાયદો થાય અને જેના પરિણામે ખેતી વધુ નકાકારક બની શકે છે. તે હેતુથી રાજ્યના ખેડોતોને Godown Yojana પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે સહાય આપવાની યોજના સને ૨૦૨૦-૨૧થી શરૂ કરવામાં આવેલ છે.

યોજનાનું નામગોડાઉન યોજના ગુજરાત 2024 (Godown Yojana)
યોજના વિભાગકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
યોજનાનો હેતુખેડૂતોને ગોડાઉન બનાવવા માટે રૂપિયા રૂ. ૩૦,૦૦૦ ની સહાય
લાભાર્થીપોતાની જમીન ધરાવતા ખેડૂત
સત્તાવાર વેબસાઇટhttps://ikhedut.gujarat.gov.in/

Godown Yojana પાક સંગ્રહ ગોડાઉન યોજના ખેડૂતો માટે તેમના ઉત્પાદનને અસરકારક રીતે સુરક્ષિત રાખવા માટે એક મુખ્ય તક રજૂ કરે છે. આ યોજના હેઠળ, ખેડૂતો તેમની લણણીના સંગ્રહ માટે વેરહાઉસ બનાવવા માટે સબસિડી માટે અરજી કરી શકે છે. તમે આ તકનો લાભ કેવી રીતે મેળવી શકો છો અને ઓનલાઈન મુશ્કેલી વિના અરજી કરી શકો છો તે માટેની સંપુર્ણ માહિતી આ લેખમાંથી મેળવી શકશો.

પાક સંગ્રહ ગોડાઉન યોજનાનો હેતુ

ગોડાઉન યોજના 2024 રાજ્યના ખેડૂતો દ્વારા કૃષિ પેદાશોનું સારું એવું ઉત્પાદન મળવા છતાં વાવાઝોડા વરસાદ અને અતિવૃષ્ટિ સમયે તેમના ઉત્પાદન પર સારી એવી અસર થાય છે તેમ ખેડૂતો દ્વારા પોતાના પાક ચોમાસાની સિઝનમાં સંગ્રહ કરવા માટે ખેડૂતના પાકમાં બગાડ થાય છે સરકારે આ પરિબળોને ધ્યાનમાં લઈને ખેડૂતોના પાક સંગ્રહ માટે ગોડાઉન બનાવવા ઉપર સબસીડી આપી પાક ગોડાઉન બનાવવા માટે પ્રેરિત કર્યા છે જેથી ખેડૂતો પોતાની ખેતપેદાશોની લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકે અને ખેત પેદાશોની ગુણવતા જળવાઈ રહે જેથી ખેડૂતોની આર્થિક રીતે ફાયદો થાય તો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો જલ્દીથી તમારી અરજી કરો

 • રાજયનો કોઇ પણ ખેડૂત આ યોજનાનો લાભ લઇ શકે છે.
 • આજીવન એક વખત ખાતાદીઠ સહાય લઇ શકે છે.
 • ન્યુનતમ ૩૩૦ચોરસફૂટ વિસ્તારનું સ્ટ્રકચર બનાવવાનું રહે છે અને ઠરાવમાં દર્શાવ્યા મુજબના પાક સંગ્રહ સ્ટ્રક્ચરના સ્પેશીફીકેશન મુજબ તૈયાર કરવાનું રહે છે. સહાયની વિગતો ઠરાવને આધિન રહે છે.

આ પણ વાંંચો:GSEB Class 11 Big news: ધોરણ 11માં પ્રવેશને લઇને શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય

આ પણ વાંંચો:GSEB Purak Pariksha Big news: રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય,ધો-9 અને 11માં નાપાસ વિદ્યાર્થીઓને ફરી મળશે તક,જુવો અહીંથી સંપૂર્ણ માહિતી

પાક સંગ્રહ સ્ટ્રકચર ગોડાઉન 2024 સહાય કેટલી મળશે

ગુજરાત સરકાર દ્વારા ગોડાઉન બનાવવા માટે જે ખર્ચ થાય છે તેના 30% રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવશે અથવા રૂ. ૩૦,૦૦૦ (ત્રીસ હજાર) બે માંથી જે ઓછુ હોય તે(બે હપ્તામાં: પ્રથમ હપ્તો : પ્લીન્થ લેવલનું કામગીરી પૂર્ણ થયે રૂ.૧૫૦૦૦/- અને બીજો અને આખરી હપ્તો: પાક સંગ્રહ સ્ટ્રકચરનું સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયે રૂ.૧૫૦૦૦/-)

Godown Yojana જરૂરી ડોક્યુમેન્ટ

 • ખેડૂતના આધાર કાર્ડ ની નકલ
 • સાતબાર અને આઠ અ ની નકલ
 • લાભાર્થીનું રેશન કાર્ડ
 • લાભાર્થીની બેન્ક પાસબુક ની નકલ
 • જાતિનું પ્રમાણપત્ર
 • જો સાતબાર અને આઠ અ જમીનમાં સંયુક્ત ખાતેદાર કિસ્સામાં તમામ ખાતેદાર અને સંમતિ

આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રીત

 • જો ખેડૂત મિત્રો પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન માટે ઓનલાઇન અરજી કરવા માંગે છે તો તેઓએ નીચેના સ્ટેપ અનુસરીને ઓનલાઇન ફોર્મ ભરી શકાશે
 • સૌપ્રથમ આઇ ખેડૂત પોર્ટલ અને તમારા મોબાઇલ અથવા તો કોમ્પ્યુટરમાં વેબસાઈટ ખોલવાનું રહેશે
 • ત્યારબાદ પોર્ટલમાં જમણી સાઈડ વિવિધ યોજનાઓમાં અરજી કરો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો
This image has an empty alt attribute; its file name is Godown-1-1024x538.png
 • હવે તમને ત્યાં ગોડાઉન સહાય યોજના જોવા મળશે જેની સામે અરજી કરવા ક્લિક કરો ના બટન પર ક્લિક કરો
 • હવે તમારી સામે નવા નવું પેજ ખુલશે જેમાં તમારે તમારી સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે
 • સંપૂર્ણ વિગતો ભર્યા બાદ હજી એક વાર ચોક્કસ ચકાસી લો અને સબમિટ કરો
 • ત્યારબાદ અરજી ફોર્મ નીકળ્યા બાદ સાથે જરૂરી દસ્તાવેજોની પ્રિન્ટ કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!