NET New Exam Date: પરીક્ષામાં ગેર રિતીના કારણે રદ થયેલ 3 પરીક્ષાની નવી તારીખો કરાઈ જાહેર

NET New Exam Date 2024: નીટની પરીક્ષામાં થયેલા વિવાદો બાદ હવે ફરી એકવાર પરીક્ષાની બીજી તારીખો જાહેર કરવામાં આવી છે. NTA UGC NEET સહિત 2 પરીક્ષાઓની નવી તારીખોની જાહેરાત કરવામાં આવી છે.

NET New Exam Date 2024

NTA એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ત્રણ પરીક્ષા નવી તારીખો જાહેર કરી છે. જેમાં NCET 2024, CSIR- UGC NET, UGC NET June 2024 Cycle નો સમાવેશ થાય છે. આ પરિક્ષાઓ હવે 10 જુલાઇથી 04 સપ્ટેમ્બર વચ્ચે લેવામાં આવશે.

આ વખતે પરીક્ષા ઓનલાઈન રાખવામાં આવી છે. આ ઉપરાંત ઓલ ઈન્ડિયા આયુષ પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ટ્રન્સ એક્ઝામ (AIAPGET) 2024 નિર્ધારિત તારીખ, એટલે કે 6ઠ્ઠી જુલાઈએ લેવામાં આવશે.

UGC NETની પરીક્ષા રદ્દ કરાઈ હતી

NET New Exam Dateપરીક્ષા 18 જૂને બે શિફ્ટમાં લેવામાં આવી હતી. પરંતુ બીજા જ દિવસે તે રદ્દ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે ગૃહ મંત્રાલયને પરીક્ષામાં કેટલીક ગેરરીતિઓ વિશે સંકેતો મળ્યા હતા, જેના પછી શિક્ષણ મંત્રાલયે તરત જ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી. 18 જૂને યોજાયેલી પરીક્ષામાં 9 લાખથી વધુ ઉમેદવારોએ હાજરી આપી હતી.

આ પરીક્ષા મોકૂફ રાખી હતી

NTAની નેશનલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (NCET) પરીક્ષા અગાઉ 12 જૂનના રોજ યોજાવાની હતી પરંતુ NTAએ ટેકનિકલ મુશ્કેલીઓને કારણે તેને મોકૂફ રાખી હતી. ચાર વર્ષના B.Ed કોર્સ (ITEP) માં એડમિશન માટે આ પ્રવેશ પરીક્ષા યોજવામાં આવે છે. NET New Exam Date CSIR UGC NET પરીક્ષા 2024 25 જૂનથી 27 જૂન, 2024 દરમિયાન યોજાવાની હતી, પરંતુ NTA એ દ્વારા તેને પણ મોકૂફ રાખવામાં આવી હતી. આ પરીક્ષા જુનિયર રિસર્ચ ફેલોશિપ અને આસિસ્ટન્ટ પ્રોફેસર અને વિજ્ઞાનના અભ્યાસક્રમોમાં પીએચડીમાં પ્રવેશ માટે યોગ્યતા નક્કી કરવા માટે લેવામાં આવે છે.

આ પણ વાંંચો:IAF Recruitment 2024: ઇન્ડિયન એરફોર્સમાં નોકરી માટેની તક, જાણો ડૉક્યુમેન્ટ લિસ્ટ અને અરજી પ્રક્રિયા

શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું

UGC-NET જેવું પેપર ડાર્કનેટ પર ઉપલબ્ધ છે, અમે તરત જ પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લીધો. અન્યથા વિદ્યાર્થીઓમાં ખોટો સંદેશ જાય છે. અમે જવાબદારી લઈએ છીએ અને સિસ્ટમમાં સુધારો થવો જોઈએ.’ વધુમાં, સીબીઆઈની તપાસ બાદ એવું બહાર આવ્યું હતું કે પરીક્ષાના બે દિવસ પહેલા, 16 જૂનના રોજ ડાર્કનેટ અને અન્ય એન્ક્રિપ્ટેડ સોશિયલ મીડિયા ચેનલો પર પેપર લીક થયું હતું અને તે રૂ. 5 લાખથી વધુમાં વેચાયું હતું.

NEET પરીક્ષા કૌભાંડની તપાસને લઈને CBIના ગોધરામાં ધામા

ગોધરામાંથી થયેલા NEET પેપર લીક કેસમાં અત્યારે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ પેપર લીકમાં ઝારખંડના હજારીબાગના પ્રિન્સિપાલ અને NTA ના સિટી કોઓર્ડિનેટર, એહસાન ઉલ હક, વાઇસ પ્રિન્સિપાલ મોહમ્મદ ઈમ્તિયાઝ અને અખબારના પત્રકાર જમાલુદ્દીનની ધરપકડ કરી હતી.

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો

નોંધઃ આવી નવી તમામ ઉપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ GSEBGUJARAT.IN પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!