TAT-TET Big news: શિક્ષકોની ભરતી અંગે સરકારે કર્યો મોટો ખુલાસો, 3 મહિનામાં 7500 શિક્ષકોની કાયમી ભરતી કરાશે

TAT-TET Big news: રાજ્યમાં આગામી ત્રણ મહિનામાં 7500 જેટલા TAT Secondary અને TAT higher Secondary પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરાશે, શિક્ષકોની ભરતી અંગે સરકારે કર્યો મોટો ખુલાસો, જાણીલો આ વિશે સરકારે શું કહ્યુ,

TAT-TET Big news 2024- શિક્ષકોની ભરતી અંગે સરકારે કર્યો મોટો ખુલાસો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં થયેલ ચર્ચા સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે.

3 મહિનામાં 7500 શિક્ષકોની કાયમી ભરતી કરાશે ; TAT-TET ભરતી 2024

ગુજરાતની સરકારી-ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની હજાર જગ્યાઓ ખાલી છે ત્યારે સરકારે કાયમી ભરતી કરવાને બદલે ગત વર્ષે જ્ઞાન સહાયકની યોજના લાગુ કરીને 11 માસ માટે કરાર આધારીત શિક્ષકોની ભરતી કરતા રાજ્યભરમાં ઉગ્ર વિરોધ સાથે રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ દરમિયાન આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક નિર્ણય કર્યો છે. જે મુજબમાં રાજ્યમાં આગામી ત્રણ મહિનામાં 7500 જેટલા TAT Secondary અને TAT higher Secondary પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરાશે તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

3 મહિનામાં 7500 શિક્ષકોની કાયમી ભરતી કરાશે – વધુ માહિતી માટે અહિં ક્લિક કરો

3 મહિનામાં 7500 શિક્ષકોની કાયમી ભરતી કરાશે – વધુ માહિતી માટે અહિં ક્લિક કરો

TAT-TET પાસ ઉમેદવારોનો વિરોધ હવે ઉગ્ર બની રહ્યો છે. આજે સ્વર્ણિમ સંકુલ 1 પહોંચી ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો હતો. કાયમી શિક્ષકોની ભરતીની માગ સાથે ઉમેદવારોએ વિરોધ કર્યો હતો. હાથમા પોસ્ટર્સ લઈ ઉમેદવારો સ્વર્ણિમ સંકુલ પર પહોંચ્યા હતા. ઉમેદવારો પોતાની રજૂઆત કરવા પહોંચ્યા હતા. પોલીસે ઉમેદવારોની અટકાયત કરી હતી. ત્યારે આ બાદ ગુજરાત સરકારે TAT પાસ ઉમેદવારોની ભરતીની જાહેરાત કરી છે. TAT-1 અને 2 માં 7500 શિક્ષકોની ભરતી કરાશે.

આ પણ વાંંચો : ધોરણ ૧૦ પૂરક પરીક્ષા 2024 ની હોલટિકિટ તથા નિમણૂંકપત્ર જાહેર, અત્યારેજ કરો ડાઉનલોડ

TAT-TET ભરતી અંગે ઋષિકેશ પટેલે આપ્યુ નિવેદન

મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, માધ્યમિક એટલે કે ઘોરણ 9 અને ઘોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3500 TAT-1 પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે.

આ પણ વાંંચો:  ધોરણ 11માં પ્રવેશને લઇને શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય

TAT-TET ભરતી 2024

જ્યારે ઉચ્ચર માધ્યમિક GSEB એટલે કે ઘોરણ 11 અને ઘોરણ 12 માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ -ઇન – એડ શાળામાં 3250 એમ મળીને TAT-2 ના કુલ 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે. તાજેતરમાં 1500 જેટલા HMAT પ્રિન્સીપાલની ભરતી રાજ્યની ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 18,382 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે.

નોંધઃ આવી નવી તમામ ઉપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ GSEBGUJARAT.IN પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Whatsapp ગૃપમાં જોડાઓ!